Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

અમદાવાદમાં પૂરપાટ ઝડપે જતા વાહને બે વિદ્યાર્થિનીને હડફેટે લીધી: ત્રણને ગંભીર ઇજા

અમદાવાદ: શહેરમાં પૂર ઝડપે વાહન હંકારવાના કારણે અકસ્માત અને હિટ એન્ડ રનના બનાવો વધી રહ્યા . નિકોલમાં બેટી બચાવો સર્કલ પાસે કારની ટક્કરથી બે વિદ્યાર્થિની અને એક યુવકને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો.

ઓઢવ વિરાટનગર જગદીશ પાર્ક પાસે સિધ્ધી એપાર્ટમેન્ટમાં રહેતા અને હીરા ઘસવાની નોકરી કરતા કિશનભાઇ.પી.પટેલ આજે સવારે આઠ વાગે બાઇક પર અદિતી પટેલ અને સાક્ષી ગોસ્વામી નામની યુવતીઓને બેસાડીને કોલેજ મુકવા માટે જતા હતા સમયે નિકોલમાં બેટી બચાવો સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે રાજન્સ સિનેમા તરફથી ફોર્યુનર કારનો પૂર ઝડપે આવી રહ્યો હતો અને તેણે બાઇકને ટક્કર મારી હતી.

 

(5:17 pm IST)