Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ચરોતર રાણા સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરાયુ

ગૃહમંત્રી સહિતનાં મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા

ચરોતર રાણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કરવાનો કાર્યક્રમ ઇસનપુર (અમદાવાદ) ખાતે રાખવામાં આવેલ હતો. આ તકે ગૃહમંત્રી પ્રદિપસિહ જાડેજા તથા ધારાસભ્‍ય અરવિંદભાઇ રાણા તથા બાબુભાઈ જમનાદાસ પટેલ-ધારાસભ્ય દસક્રોઈ, કંચનલાલ ચપડીયા- પ્રમુખ અખિલ ભારત રાણા સમાજ, ભારતીબેન રાણા-પ્રમુખ ધોળકા નગરપાલિકા, ચેતનાબેન રાણા (સાહુ) પ્રથમ ગુજરાતી એવરેસ્ટ આરોહક તથા દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતા અને જેઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનવામાં આવ્યા હતા. પ્રથમ ગુજરાતી મહિલા તેમજ સૌથી જૈફ વયે માઉન્ટ એવરેસ્ટસર કરનાર સમાજની દિકરી ચેતના રાણા તેમજ સમગ્ર રાણા સમાજના ધારાસભ્ય અરવિંદભાઈ રાણા ને પ્રશસ્તિ પત્ર દ્વારા સન્માનીત કરાયા હતા.

તેમજ  વિવિધ ક્ષેત્રમાં નોંધનીય કાર્ય કરનાર જ્ઞાતિબંધુઓને પણ સન્માનવામાં આવ્યા હતા. ચરોતર રાણા સમાજના પ્રમુખ જયેશભાઈ રાણા અને તેઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી સમાજને ગૌરવ અપાવે તેવું ઉચ્ચ વ્યક્તિત્વ કેળવવા અનુરોધ કર્યો હતો. પ્રમુખ જયેશભાઈ રાણા દ્વારા સૌ વિદ્યાર્થી ભાઈ-બહેનોને અભિનંદન પાઠવી ભાવિ શુભેચ્છા આપવામાં આવી હતી. 

(12:24 am IST)