Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ધર્મજ ગ્રામ પંચાયતના ઇ.સરપંચ બિરજુ પટેલ સસ્‍પેન્‍ડ

૧૦ મહીના અગાઉના મામલે ડીડીઓએ શિક્ષાત્મક પગલા લઇ સસ્પેન્ડ કર્યા

૧૦ માસ પહેલા પેટલાદ તાલુકાના ધર્મજ ગ્રામ પંચાયતમાં પંચાયત કચેરીના કર્મચારી નિયત સમય વહેલી નીકળી જતા હોવાથી તેમને સસ્પેન્ડ કરવા ઉપસરપંચ પટેલ બિરજુભાઇએ કહેતા બનાવે ઉગ્રતા ધારણ કરેલ. આ વખતે એક સીપીયુ અને બે મોનીટર ને તોડી નાખવા તેમની સામે રૂરલ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ થઇ હતી. આ અંગેની ગંભીરતા જોઇને ગર્વમેન્ટની મિલ્કતને નુકશાન કરવાનો ગંભીર ગુનો બનતો જણાતા, ડીડીઓએ તમામ બાબત અને પોલીસના રીપોર્ટને લક્ષમાં લઇને પંચાયતા ઇન્ચાર્જ સરપંચ પટેલ બિરજુભાઇને સસ્પેન્ડ કરી દેવાનું પગલુ લીધુ છે.

મળતી માહિતી મુજબ પેટલાદ તાલુકાનું સુખી અને સમૃદ્ઘ ગણાતું ધર્મજ ગામ છેલ્લાં દોઢ વર્ષથી વિવાદોમાં સપડાયું છે. ધર્મજ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી બાદ એસ.સી. સીટ ઉપર ચૂંટાયેલા સરપંચ મહેશભાઈ મકવાણાને નોકરીમાં બઢતી મળતા અને સુરત ખાતે બદલી થતા તેઓએ તા. ૧૮ જાન્યુ. ૨૦૧૮ના રોજ પેટલાદ તાલુકા વિકાસ અધિકારીને રાજીનામું આપ્યું હતું. રાજીનામું તાલુકા પંચાયત સામાન્ય બેઠકમાં મંજુર કર્યું હતું. ત્યારબાદ તા. ફેબ્રુ. ૨૦૧૮ના રોજ સરપંચનો ચાર્જ ઉપસરપંચ બિરજુભાઈ પટેલને આપ્યો હતો

ધર્મજ ગ્રામ પંચાયતમાં આજથી દસ માસ પહેલા તા. એપ્રિલ ૨૦૧૭ના રોજ બપોરના ૧૨:૩૦ કલાકે પંચાયતના કર્મચારી દિનેશભાઈ પટેલને સસ્પેન્ડ કરવા ઉપસરપંચ બિરજુભાઈ પટેલે જણાવ્યું હતું. તે સમયે સમગ્ર મામલો ઉગ્ર બનતા પંચાયતના બે મોનીટર અને એક સી.પી.યુ. ની તોડફોડ થઈ હતી. બાબતે પંચાયત સભ્ય તેજસભાઈ પટેલે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશને બિરજુભાઈ પટેલ વિરુદ્ઘ ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ બિરજુભાઈ પટેલ સામે .પી.કો. કોલમ ૪૨૭ તથા ધી પ્રિવેશન ઓફ ડેમેજ ઓફ પબ્લિક પ્રોપર્ટીઝ એક્ટ ૧૯૮૪ની કલમ - મુજબ ગુનો દાખલ કર્યો હતો. ગુનાની કાર્યવાહી અને ઉપસરપંચ બિરજુભાઈ પટેલની અટકાયત કરી હતી. આવા ગંભીર પ્રકારનો ગુનો કર્યો હોવાને લઈ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ મુદ્દાઓને ધ્યાને લઈને ગુજરાત અધિનિયમ - ૧૯૯૩ ની કલમ - ૫૯ () ના અધિકારની રૂએ ડી.ડી.. અમિત પ્રકાશ યાદવે ઉપરોક્ત કલમના અનુસંધાને અને ચાર્જશીટ આધારે ઉપસરપંચ તથા .ચાર્જ સરપંચ બિરજુભાઈ પટેલને સસ્પેન્ડ કરવાનો હુકમ આજરોજ કરાતા સમગ્ર જિલ્લા અને પેટલાદ પંથકમાં ટોક ઓફ ટાઉન મુદ્દો બન્યો હોય, તેમ લાગી રહ્યુ છે

(12:20 am IST)