Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

પેટલાદઃ ગર્વમેન્ટની જગ્યા ઉપર દબાણ અંગે ખેડુત પરિવારના આમરણાંત ઉપવાસ

જોગણી-માણેજ મુખ્ય કેનાલ પરનુ દબાણ હટાવવા તંત્ર કટીબદ્ધ

પેટલાદ મહી સિંચાઇ વિભાગ હેઠળ આવતી જોગણ-માણેજ મુખ્ય કેનાલના કાંસડી ઉપર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દુર કરીને રસ્તો ખુલ્લો કરવાની માંગણી સબબ આજે એક ખેડુત પરિવાર દ્વારા પેટલાદ મહિ સિંચાઇ વિભાગની ઓફીસની સામેજ આમરણાંત ઉપવાસ ઉપર બેસી ગયુ છે

મળતી વિગતો અનુસાર પેટલાદ મહી સિંચાઇ વિભાગમાં સમાવિષ્ટ જોગણ-માણેજ મુખ્ય કેનાલની કાંસડી ઉપર સંપાદન કરાયેલ સરકારી જમીન પર અગાઉ એક ખેડૂતે પાકની વાવણી શરૂ કરી હતી અને અન્ય ખેડૂત જગ્યાનો રસ્તા તરીકે ઉપયોગ કરતા હતા. દરમ્યાન રસ્તેથી અવરજવર કરવાનો વિવાદ થયો હતો. જેથી ખેડૂત કિરીટભાઇ પટેલે પેટલાદ મામલતદાર, કલેકટર સહિતના પદાધિકારીઓને લેખિત રજૂઆત કરી હતી. પરંતુ કાર્યવાહી થતા ગત જાન્યુ. કિરીટભાઇ પરિવાર સાથે ઉપવાસ પર બેઠા હતા.જેમાં સિંચાઇ વિભાગે જમીનની માપણી કરવાની લેખિત બાંહેધરી આપતા ઉપવાસ આંદોલન સમેટાયું ચુકયુ હતુ. 

એ પછી પણ સરકારી જમીન પરથી અવરજવરના મામલે બંને ખેડૂતો વચ્ચે થયેલો વિવાદ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઉપરાંત ગેરકાયદે દબાણ દૂર કરવાની માંગ સાથે મહી સિંચાઇ વિભાગની કચેરી સામે આજે કિરીટભાઇ પટેલ પરિવાર સાથે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. જાણવા મળ્યાનુસાર સરકારી તંત્ર દ્વારા દબાણ કરનાર બંને ખેડૂતો સામે લાલ આંખ કરીને સરકારી જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અંગે પેટલાદ મહી સિંચાઇના ના.કાર્યપાલક ઇજનેર વસાવાએ જણાવ્યું હતું કે, સરકારે સંપાદન કરેલ જમીન પર બંને ખેડૂતોએ દબાણ કર્યા છે. આવતીકાલે તંત્રની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો દૂર કરાશે.

ચર્ચાતી વાતોનુસાર સરકારે સંપાદન કરેલ જમીન પર અગાઉ વર્ષોથી નજીકના ખેતરોના બંને ખેડૂતોએ દબાણ સહિત જગ્યાનો ઉપયોગ કર્યો હતો. પરંતુ હવે બંને વચ્ચે કોઇ કારણોસર ચણભણ ણવા પામી છે. આથી સરકારી જમીન પર દબાણની બાબત આગળ ધરીને તે હટાવવા તંત્ર પર દબાણ કરવામાં આવી રહયું છે. જેમાં અગાઉ સમાધાન બાદ પુન: આજે ઉપવાસ આંદોલન થતા હવે તંત્રએ પણ સરકારી જગ્યામાંથી દબાણ દૂર કરવા તંત્ર મક્કમ બન્યાનુ જાણવા મળે છે.

(12:19 am IST)