Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

આદિવાસી સમાજના બાળકોને કોમ્‍પ્યુટરનું જ્ઞાન આપવા માટે ગુજરાતમાં સૌ પ્રથમ સુરતમાં ૯ કોમ્પ્યુટર સાથેની બસનું નિર્માણ

સુરતઃ આદિવાસી સમાજના બાળકોને કોમ્પ્યુજ્ઞરનું જ્ઞાન આપવા માટે ખાસ પ્રકારની બસ તૈયાર કરવામાં આવી છે, જેના માધ્યમથી વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવશે.

એકલ ગ્રામોતસ્થાન ફાઉન્ડેશન દ્વારા કોમ્પ્યુટર સાથેની એક બસ આવતીકાલથી આદિવાસી વિસ્તારોમાં ફરીને ત્યાંના બાળકો કોમ્પ્યુટરનું શિક્ષણ આપશે.

આદિવાસી વિસ્તારોમાં હજુ પણ ઘણાં બાળકો છે જેમને શિક્ષણ તો નથી મળતું પરંતુ તેમને કોમ્પ્યુટર જેવા ઇલેકટ્રીક સાધનો અંગે પણ કોઇ જાણકારી નથી. આવા બાળકોને શિક્ષણ આપવા માટે એકલ ફાઉન્ડેશનને એક ચાલતી ફરતી કોમ્પ્યુટર લેબ શરૃ કરવામાં આવી રહી છે. અંગે કપીશઅે જણાવ્યું કે, કોમ્પ્યુટર બસ ગુજરાતમાં પ્રથમ અને ભારતમાં દસમી છે. જે આવા વિસ્તારોમાં શિક્ષણ આપવાનું કાર્ય કરી રહી છે. આવતીકાલથી બસ ડાંગ જિલ્લામાં તાપી, નર્મદા, ભરૃચ અને દાહોદ વિસ્તારોમાં ફરશે. બસમાં કોમ્પ્યુટર છે અને તેના પર બે વિદ્યાર્થીઓ બેસી શકે છે એટલે કે કુલ ૧૮ વિદ્યાર્થીઓ બેસીને કોમ્પ્યુટર અંગે જાણી શકશે.

સંસ્થાના પ્રમુખ વિનોદ અગ્રવાલ કહે છે કે, બસ સોલાર બસ છે અને તેમાં મુકેલા કોમ્પ્યુટર સાથે ૩૦ લાખના ખર્ચે બસ વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવી છે. બસમાં જે વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવવામાં આવશે તેનું તેમને સર્ટીફીકેટ પણ આપવામાં આવશે અને સર્ટીફીકેટ થકી તેઓ ઓનલાઇન પરીક્ષા આપી શકશે.

(6:07 pm IST)