Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

સામરખા ચોકડી નજીક પોલીસે ખેતરમાં દરોડા પાડી હારજીતનો જુગાર રમતા 6 ઈસમોને 21 હજારની રોકડ સાથે દબોચ્યા

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે સાંજના સુમારે નેશનલ હાઈવે નંબર ૮ ઉપર આવેલી સામરખા ચોકડી નજીકના ખુલ્લા ખેતરમાં દરોડો પાડીને છ શખ્સોને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને તેઓની પાસેથી કુલ ૨૧,૨૪૦ની રોકડ રકમ જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 


પ્રાપ્ત વિગતો અનુસાર એલસીબી પોલીસને હકીકત મળી હતી કે, સુપ્રિમ રોડવેઝની ઓફિસ પાસે આવેલા ખુલ્લા ખેતરમાં કેટલાક શખ્સો એકત્ર થઈને પત્તા પાનાનો જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારતાં આરીફ ઉર્ફે કલવો ઈબ્રાહીમભાઈ વોરા, મકબુલ અબ્દુલગની વોરા, જાઈદમીંયા યાસીનમીંયા મલેક, મહંમદસલીમ અબ્દુલત્તાર મન્સુરી, વસીમ ઉર્ફે મુખી ઈકબાલભાઈ વોરા તથા સફીમહંમદ અબ્દુલભાઈ વોરા ઝડપાઈ જવા પામ્યા હતા.

પોલીસને દાવ પરથી ૪૫૮૦ તથા અંગજડતીમાંથી ૧૬,૬૮૦ મળીને કુલ ૨૧,૨૪૦ની રોકડ મળી આવતાં પોલીસે તે જપ્ત કર્યા હતા.

(5:29 pm IST)