Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

ઉતરાયણ પર્વ પર વિરમગામ ખોડાઢોર પાંજરાપોળમાં રૂપિયા 7.5 લાખની દાનની સરવાણી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :ઉતરાયણના પર્વ પર હિન્દુ ધર્મના દાન અને પૂણ્યનું અનેરું મહત્વ  છે. આ દિવસ દરમિયાન નગરજનોમાં ગ્રામજનો પોતાની યથાશક્તિ મુજબ દાન દક્ષિણા આપતા હોય છે ત્યારે વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ માં અંદાજે ૨૦૦૦થી વધુ ગાય ભેંસ પાડીને ઘેટા બકરા માટે સેવા કરવામાં આવે છે. જેમાં દૈનિક ખર્ચ એક લાખ જેટલો થાય છે ત્યારે આ ખર્ચને પહોંચી વળવા માટે ઉત્તરાયણના પવિત્ર દિવસે શહેરના પાંજરાપોળ સંસ્થા વીરપુરવીડ ટાવર ચોક પાસે કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. વિરમગામ મહાવીર જીવ દયા મંડળ ની પ્રેરણાથી શેઠ દામજીભાઈ લક્ષ્મી જૈન ધર્મશાળા ટ્રસ્ટ તરફથી રૂપિયા અઢી લાખનું માતબર દાન મળ્યું છે. વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થાના અંદાજિત 7.5 લાખ રૂપિયા ગાયોના લાભાર્થે દાન મળ્યું હતું. વીરપુર ખાતે  10000 સુકાપુળા અને 600 મણ લીલુખોળ ભૂસું  સહિત 47500 રોકડા મળી હતી.

(8:07 pm IST)