Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ગ્રામ પંચાયતના શાસક દ્વારાતપાસ હાથ ધરવામાં આવી:કામમાં ગેરરીતિ આચરાઈ હોવાનું તારણ

અરવલ્લી:જિલ્લાના ભિલોડા ગામે પંચાયતના શાસકો દ્વારા હાથ ધરાયેલી રોડ રસ્તા પૈકીના કામોમાં મોટાપાયે ગુણવતા વિસરાઈ હોવાનું અને ૧૪મા નાણાંપંચ ના કામોમાં ગેરરીતીઓ આચરાઈ હોવાના આક્ષેપો ઉઠયા હતા.

આ ચકચારી આક્ષેપો, ફરીયાદોને પગલે જિલ્લા ડીડીઓ દ્વારા તટસ્થ રાહે તપાસ હાથ ધરવા આદેશ કરાતાં જ જિલ્લાના અધિકારીઓની બે ટીમો દ્વારા ભિલોડા ગ્રામ પંચાયત કચેરીથી માંડી આરસીસીના રસ્તાઓની સ્થળ તપાસ હાથ ધરાતાં જ ચકચાર મચી હતી. આ તપાસ કાર્યવાહી થી ગ્રામજનોમાં રાહત વર્તાઈ હતી.અને કસૂરવારો એવા પંચાયત ના શાસકોથી માંડી,કોન્ટ્રાકટરો સામે યોગ્ય પગલા ભરવાની માંગનો પુનરોચ્ચાર કરાયો હતો.

(6:03 pm IST)