Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

તીન પત્તી ગેમમાં 650 કરોડના ચિપ્‍સ સાથે થયા ચેડાઃ ગેમ રમતા પહેલા સો વાર વિચારજો

અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક નકલી પીએસઆઇ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીએ પોતાના જ મિત્રને ફોન કરી પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને બાદમાં એલસીબી પીએસઆઇ તરીકેની ઓળખ આપી ફેસબુક એકાઉન્ટની માહિતી મેળવી તીનપત્તીની 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી લીધાનો આરોપ છે. હાલ સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી વડોદરામાં રહેતા યુવકની ધરપકડ કરી છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે, તે બેકાર છે અને તીનપત્તી રમવાનો શોખીન છે. અને તેણે જ્યારે પોતાના માટે પૈસા ખર્ચીને ચિપ્સ ખરીદી તે બાબતને ધ્યાનમાં રાખી આ તરકટ રચ્યું હતું. પોલીસ કસ્ટડીમાં રહેલા આ આરોપીનું નામ ધાર્મિક પાબરી છે. મૂળ વડોદરામાં શ્રીમ ગેલેક્સી ફ્લેટમાં રહેતા આ 23 વર્ષીય યુવક પર ગેરકાયદેસર રીતે ગેમ ચિપ્સ પડાવી લીધાનો આરોપ લાગ્યો છે. જોકે ટેકનિકલ એનાલિસીસના આધારે સાયબર ક્રાઇમની ટીમે ધાર્મિક પાબરીની ધરપકડ કરી મોબાઈલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે, પોતે ધો. 10 ભણેલો અને બેકાર છે. જોકે મોબાઈલમાં ઓનલાઇન તીનપત્તી ગેમ રમતો હતો. શરૂઆતમાં બીજા પાસેથી રૂપિયા મેળવી અને ચિપ્સ મળતી. બાદમાં આરોપી સાથે કોઈએ છેતરપીંડી કરતા પોતે ફેસબુક આઈડીને હેક કરવા પ્રોફાઇલમાં નંબર હોવાથી પોલીસની ખોટી ઓળખ આપી ફોન કર્યો હતો. ફરિયાદી યુવકે પાસવર્ડ આપતા ચિપ્સ તેણે ટ્રાન્સફર કરી લીધી હતી. 

આરોપીની પોલીસે પૂછપરછ કરતાં સામે આવ્યું કે, છેલ્લા એકથી દોઢ વર્ષથી ધાર્મિક પાબરી આજ મોડેસ ઓપરેન્ડીથી ગેમ ચિપ્સ પડાવીને બારોબાર રૂપિયા ખંખેરી લેતો હતો. એટલું જ નહિ, ધાર્મિક પાબરી એવા ગેમ રમતા લોકોને જ ટાર્ગેટ કરતો કે જે લોકો તેને ગેમમાં હરાવી દે, બાદમાં હરાવી દેનારા શખ્સનું જ એકાઉન્ટની વિગતો મેળવી ચિપ્સ પરત મેળવી લેતો.

ઉલ્લેખનીય છે ઘાટલોડિયામાં રહેતાં અને ખેડા ખાતે આવેલી એક ઇ-કોમર્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા સમીર પટેલ મોબાઈલમાં ફેસબુક મારફતે ગેમ રમતા હતા. ગત 4 ઓક્ટોબર 2020ના રોજ તેમના મિત્ર પ્રતિક શાહનો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાંથી કોઇ સાહેબનો ફોન આવ્યો છે અને તારી જોડે વાત કરવી છે. સમીરભાઇ, પ્રતીકભાઇ સાથે પોલીસની ઓળખ આપનાર પી.એસ.આઈ દિગ્વિજયસિંહ જાડેજા ફોન ઉપર કોન્ફરન્સથી વાત કરી હતી. સમીરભાઇની નામ, નોકરીની જગ્યા સહિતની પૂછપરછ કરી તેને જણાવ્યું કે તેણે ફેસબૂક આઇડીથી કોઇ છોકરીને ગંદા ફોટા મોકલ્યા હતાં તેની ફરિયાદ આવી છે તેમ કહી આ તરકટ રચ્યું હતું.

આમ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિએ સમીરભાઇને નજીકના પોલીસ સ્ટેશનમાં જવું પડશે તેવુ ડરાવીને facebook નું આઇડી પાસવર્ડ મેળવી લઈ ગેમ ચિપ્સ પડાવી લીધા હતા. જેથી ફોન કરનાર વ્યક્તિએ ફેસબૂક તેમજ તીનપત્તી ગેમના એકાઉન્ટ સાથે ચેડા કર્યા હોવાની સમીરભાઇને શંકા ગઈ હતી. તીનપત્તિ એકાઉન્ટમાંથી કોઈ રૂપિયા ટ્રાન્સફર કરી રહ્યું છે. જેથી તેમણે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સાયબર ક્રાઇમને તપાસ કરતા તીનપત્તી ચિપ્સમાં PARV DEGDA અને EKTA SONI નામના આઈડીમાં વર્ચ્યુઅલ ચિપ્સ ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું. તીનપત્તીના એકાઉન્ટમાંથી કોઈ શખ્સે 650 કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી દીધી હતી. જેથી સાયબર ક્રાઇમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ આરોપીની ધરપકડ કરી અન્ય કોઈ લોકોના એકાઉન્ટ હેક કરી આ રીતે ચિપ્સ મેળવી છે કે કેમ તે બાબતે તપાસ હાથ ધરી છે.

(4:53 pm IST)
  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 15,336 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,05, ,43,844 થઇ :એક્ટિવ કેસ 2,08,357 થયા: વધુ 16,355 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,78,437 થયા :વધુ 771 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,665 થયા access_time 1:04 am IST

  • સ્પેનમાં કોરોનાની ત્રીજી લહેર : કોરોના વિસ્ફોટ :છેલ્લા ૨૪ કલાકમાં સ્પેનમાં રેકોર્ડબ્રેક :૪૦ હજારથી વધુ નવા કેસ અને બે દિવસમાં ૭૫ હજારથી વધુ કેસ નોંધાયા access_time 11:40 am IST

  • અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દાનનો ધોધ : ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ 1 લાખ 21 હજાર તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ 1 લાખ 11 હજાર રૂપિયા આપ્યા : ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે 1 લાખ 51 હજાર તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું : ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના તેજગામ ના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર બહાદુર સિંહએ 1 કરોડ , 11 લાખ ,11 હજાર ,111 રૂપિયા આપ્યા : ' જય શ્રી રામ " access_time 12:07 pm IST