Gujarati News

Gujarati News

News of Saturday, 16th January 2021

અરૂણકુમાર શર્મા ગુજરાત પરત ફર્યા તેથી કલ્પનાના ઘોડા બહુ દોડાવશો નહિ

ગુજરાતમાં ડીજી પરંતુ કેન્દ્રમાં હજુ એડી.ડીજી હોવાથી ટેકનિકલ કારણોસર જ ગુજરાત પરત ફર્યા છે : રાજ્ય સરકારે તેઓને ડીજી પદ આપ્યું હોવાથી પેન્શનના નિયમ મુજબ છેલ્લો પગાર અહી મેળવવા સાથે છેલ્લા દિવસની હાજરી ફરજીયાતઃ ફોરમાલીટી પૂર્ણ કરવા કામચલાઉ ડીજીનું પોસ્ટીગઃ કેન્દ્ર દ્વારા સેન્ટ્રલ વિજી.કમિશનર માટે પણ નિવૃતિ પહેલા પ્રક્રિયા થતી નથી

રાજકોટ તા.૧૬, મૂળ ગુજરાત કેડરના અને હાલ કેન્દ્રમાં સેન્ટ્રલ રિઝર્વ ફોર્સમાં ફરજ બજાવતા અને ૧૫ દિવસમાં નિવૃત્ત થનાર અરુણ કુમાર શર્માને ૧૫ દિવસ માટે તેમની પેરેન્ટ્સ કેડર અર્થાત્ ગુજરાત પરત મૂકતા અનેકવિધ અનુમાનો અને અટકળોની આંધી ઉઠી હતી.                       

 સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાથે ગાઢ સંબંધો હોવાથી તેમને ગુજરાત પરત મૂકતા ટોચના સ્થાને મુકાય રહ્યની અફવામાં ફકત અફવા હોવાનું પણ સૂત્રો જણાવે છે.           

જાણકાર સિનિયર અધિકારીઓના મતે ૧૯૮૭ બેચના અરુણકુમાર શર્મા કેન્દ્રમાં હજુ એડી.ડીજી.પડે છે. જ્યારે સંજય શ્રી વાસ્તવ વાળી બેચ્ ડીજી લેવલે બઢતી પામી ત્યારે ગુજરાત સરકારે પણ તેમને પગાર બાબતે નુકશાન ન થાય તે માટે ડીજી લેવલે  બઢતી આપેલ પરંતુ કેન્દ્રમાં હજુ સતાવાર બઢતી મળી નથી.                              

નિયમ મુજબ જયારે કોઈ અધિકારી આવી પરિસ્થિતિમાં નિવૃત્ત થતા હોય ત્યારે તેવો ને જયાં બઢતી મળી હોય ત્યાં છેલ્લો પગાર મેળવ્યો હોવો મેળવવો જરૂરી છે.  પેન્શનનો બીજો એક નિયમ એવો છે કે પેન્શનર છેલ્લા દિવસે ઓફિસમાં ફરજ પર હોવા જોઈએ.છેલ્લે દિવસે રજા પણ મળતી નથી.                                  

આવા સંજોગોમાં તેમને કામ ચલાઉ પોલીસ ભવનમાં કોઇ ખાલી જગ્યાએ ડીજી તરીકે પ્રમોશન આપી નિમણુક કરાશે. જે ફકત ટેકનિકલ કારણે જ પ્રક્રિયા થશે.                        

Cvc અર્થાત્ ચીફ વિજિલન્સ કમિશનરની જ્ગ્યાની વાત તો સ્થાન    નિવૃતિ બાદ જ નિમણુક અપાય છે. તેમને આ સ્થાને નિમવાની ચર્ચા છે પરંતુ એક વર્ગ તેમની નિમણૂક બાબતે શંકા વ્યકત કરે છે. આમ હાલ તુરત તેવો ને ટેકનિકલ કારણોસર જ ગુજરાત પરત મુકાયા છે.

(2:52 pm IST)
  • અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે દાનનો ધોધ : ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્યએ 1 લાખ 21 હજાર તથા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ 1 લાખ 11 હજાર રૂપિયા આપ્યા : ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે 1 લાખ 51 હજાર તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 2 લાખ રૂપિયાનું ડોનેશન આપ્યું : ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના તેજગામ ના પૂર્વ ધારાસભ્ય સુરેન્દ્ર બહાદુર સિંહએ 1 કરોડ , 11 લાખ ,11 હજાર ,111 રૂપિયા આપ્યા : ' જય શ્રી રામ " access_time 12:07 pm IST

  • ભાજપનું સખળડખળ સમુનમુ કરવા અમિતભાઇ કર્ણાટક દોડ્યા : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસીય કર્ણાટકના પ્રવાસે જઈ રહયા છે. RAF ફોર્સની નવી બટાલિયન કેમ્પસનો શિલાન્યાસ કરશે, અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ નારાજ ધારાસભ્યો સાથે ચર્ચા કરશે તેમ જાણવા મળે છે access_time 1:47 pm IST

  • દેશભરમાં આજે 1,65,714 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી : રસીકરણ પછી હજી સુધી એકપણ વ્યક્તિને આડઅસર થઈ હોય કે હોસ્પિટલમાં દાખલ થયા હોય તેવું સામે નથી આવ્યું તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે. access_time 7:42 pm IST