Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

બોરસદની યુવતીની કેનડામાં શંકાસ્પદ હાલતમાં લાશ મળી: સાસરિયાઓની કરતૂત હોવાના આરોપ

કેનડા પોલીસ તપાસ આ કેસની ઉંડી તપાસ કરી રહી છે

આણંદઃ બોરસદના પામોલની વતની અને કેનડામાં રહેતી 28 વર્ષીય યુવતી હિરલ પટેલની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી છે, કેનડાની ટોરન્ટો પોલીસે ટ્વીટર પર માહિતી આપી હતી કે હિરલ પટેલ નામની ગુજરાતની યુવતી ગુમ થઇ છે અને બાદમાં તેની શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે.

બોરસદ પાસેના કિંખલોડ ગામના યુવાન સાથે હિરલના લગ્ન થયા પછી તે કેનડામાં પતિ સાથે રહેતી હતી, લગ્ન જીવનના ત્રણ વર્ષમાં તેને અનેક વખત પોતાના પિયરમાં ફરિયાદો કરી હતી કે તેના સાસરિયાઓ કોઇને કોઇ રીતે તેને હેરાન કરી રહ્યાં છે.અને હવે તે યુવતીની લાશ મળી છે, જો કે સત્ય શું છે તે પોલીસ તપાસમાં જ સામે આવશે, પરંતુ મૃતક હિરલના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેમની દિકરીની હત્યા કરી નાખવામાં આવી છે, જેથી તેમને ન્યાય આપવામાં આવે, બીજી તરફ કેનડા પોલીસ તપાસ આ કેસની ઉંડી તપાસ કરી રહી છે. 

(7:48 pm IST)