Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ઉંઝામાં લાંચ લેવાના પ્રકરણમાં ઝડપાયેલ પીએસઆઇની લિવ રિઝર્વમાં બદલીનો હુકમ કરાયો

ઊંઝા:ઉનાવામાં દશેક દિવસ અગાઉ પોલીસ સ્ટેશન રોડ ઉપરથી પસાર થતા એક્ટીવા ચાલક પાસેથી પકડેલા દારૃના જથ્થા સંદર્ભે દારૃનો કેસ નહિ કરવા પેટે રૃા. બે લાખની માંગણી કરવામાં આવી હતી. સંદર્ભે પાટણ લાંચ રૃશ્વત બ્યુરોની ટીમે છટકું ગોઠવી એક પોલીસ કોન્સ્ટેબલની રૃા. ૮૦૦૦૦ સ્વીકારતા રંગેહાથ ઝડપી લીધો હતો. કેસમાં સંડોવાયેલા પીએસઆઈ ફરાર થઈ ગયા હતા. તેને પકડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. જ્યારે મહેસાણા પોલીસ અધિક્ષકે તેઓને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં બદલીનો હુકમ કર્યો છે.

ઉનાવામાં આલ્ફા હોટલની સામે પોલીસ સ્ટેશન જવાના રોડ ઉપર દશેક દિવસ અગાઉ એક્ટીવા ચાલક દારૃના જત્થા સાથે ઉનાવા પોલીસના પીએસઆઈ અને કોન્સ્ટેબલની ટીમના ચેકીંગ દરમ્યાન ઝડપાયો હતો. જે સંદર્ભે દારૃનો કેસ નહિ કરવા પેટે રૃા. .૩૦ લાખ નક્કી કરાયા હતા. તેમાં ૫૦૦૦૦ની રકઝકના અંતે રૃા. .૩૦ લાખ નક્કી કરાયા હતા. તેમાં ૫૦૦૦૦ની રકમ જે તે સમયે આપેલ હતા અને બાકીની રકમ ૮૦૦૦૦ માટે વાયદો કરેલ હતો. સંદર્ભે એસીબી માં ફરિયાદ થતા એસીબી પાટણ પીએસઆઈ જે.પી. સોલંકી અને તેમની ટીમે છટકું ગોઠવતા પોલીસ કોન્સ્ટેબલ  નિતેશકુમાર જીવણજી ઠાકોર રૃા. ૮૦૦૦૦ની રકમ સ્વીકારતા રંગેહાથે ઝડપી લીધો હતો. જ્યારે લાંચ પ્રકરણમાં સંડોવાયેલા પીએસઆઈ ચેતકકુમાર યોગેશકુમાર બારોટની તપાસ કરતા તેઓ ફરાર થઈ ગયા હતા. પીએસઆઈને પકડી લેવા માટે પોલીસની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. બીજી તરફ મહેસાણાના પોલીસ અધિક્ષક મનિષસિંહે પીએસઆઈને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લીવ રિઝર્વમાં મુકવાનો હુકમ કર્યો છે. ઉપરાંત અન્ય ત્રણ પીએસઆઈની પણ આંતરિક બદલીઓ કરવામાં આવી છે. 

(5:32 pm IST)