Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ગુજકોમાસોલમાં ચેરમેન પદે ફરી દિલીપ સંઘાણી

રાજકોટ તા. ૧૬ : ગુજરાતની સહકારી ક્ષેત્રની ટોચની સંસ્થા ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લિ. (ગુજકોમાસોલ) અમદાવાદના હવે પછીના અઢી વર્ષના ચેરમેન તરીકે પૂર્વ કેબીનેટ મંત્રી દિલીપ સંઘાણી અને વાઇસ ચેરમેન તરીકે તાલાળાના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારને યથાવત રાખવાનું પાર્ટી કક્ષાએ નક્કી કરેલ તે મુજબ બંને ચૂટાયા છે. સંસ્થામાં બે ડીરેકટરના અવસાનથી જગ્યા ખાલી છે. બાકીના ૩૨ પૈકી મોટાભાગના ભાજપ તરફી છે તેથી સંઘાણી - પરમારને રીપીટ થવામાં કોઇ વિઘ્ન હતું નહિ. ૧૨ વાગ્યે સંસ્થાની નવરંગપુરા કચેરીએ ડે.કલેકટર જે.બી.દેસાઇની હાજરીમાં ચૂંટણી યોજાયેલ જેમાં બંને બિનહરીફ ચૂટાય આવ્યા હતા.

સંઘાણીના નામની દરખાસ્ત તેજસ પટેલે મુકેલ તેને મનોજ પટેલે ટેકો આપેલ. પરમારના નામની દરખાસ્ત રસિક પટેલ મુકેલ તેને નવનિત પટેલે ટેકો આપ્યો હતો.  સંસ્થાનું વાર્ષિક રૂ. ૨૨૦૦ કરોડ જેટલું ટર્નઓવર છે.

(3:40 pm IST)