Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ગોધરાના ગોવિંદી ગામમાં પત્નીએ પતિ પર કેરોસીન છાંટી આગ ચાંપીને ફરાર :પુત્ર પણ દાઝ્યો :ચકચાર

દારૂ પીવાની ના પાડતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને જીવતો સળગાવવા કોશિશ કરી

 

ગોધરાના ગોવિંદી ગામમાં પત્નીએ પતિ પર કેરોસીન છાંટી આગ ચાંપી ફરાર થઇ જવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે જાણવા મળ્યા મુજબ પતિએ પત્નીને દારૂ પિવાની ના પાડતા ઉશ્કેરાયેલી પત્નીએ પતિને કેરોસીન છાંટીને આગ ચાપ્યા બાદ પત્ની ફરાર થઇ હતી

   પતિને કેરોસીન છાંટીને આગ ચાંપી દેતા નજીકમાં ઉભેલો સાત વર્ષનો પુત્ર પણ દાઝી ગયો હતો. સ્થાનિકો દ્વારા 108ની ટીમને ફોન કરી જાણ કરાતા 108ની ટીમે ગોધરા સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સારવાર કરતા તબીબે જાણકારી આપી હતી, કે પતિના શરીરનો મોટા ભાગનો હિસ્સો બળી ગયો છે.

કિસ્સામાં પત્નીએ પતિ પર અત્યાચાર ગુજારી પતિને જાનથી મારી નાથવાની કોશીશ કરી હતી. સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોધીને પત્નીને ઝડપી લેવા માટેની તજવીજ હાથ ધરી છે

 

(11:18 pm IST)