Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અમદાવાદ સહિતના કેટલાક વિસ્તારોમાં ફરીથી તીવ્ર ઠંડી

નલિયા અને ગાંધીનગરમાં પારો ૧૦થી નીચેઃ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ જોરદાર ઠંડીનું મોજુ ફરી વળ્યું

અમદાવાદ, તા.૧૬: અમદાવાદ સહિત ગુજરાતભરમાં લઘુત્તમ તાપમાનમાં ફરી એકવાર ઘટાડો થયો છે અને ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિ આગામી બે દિવસ દરમિયાન અકબંધ રહે તેવી શક્યતા છે. ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થશે અને ઠંડી ક્રમશઃરીતે ઘટતી જશે. આજે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦.૯ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના કેટલાક ભાગોમાં આજે પણ પારો ૧૦થી નીચે રહ્યો હતો જેમાં નલિયામાં ૮.૮ અને ગાંધીનગરમાં ૯.૩ ડિગ્રી પારો રહ્યો હતો. રાજ્યના જે ભાગોમાં લઘુત્તમ તાપમાન ઓછું રહ્યું હતું તેમાં ડિસામાં ૧૦.૧, અમરેલીમાં ૧૦.૨, રાજકોટમાં ૧૦.૯ અને કંડલા એરપોર્ટ ખાતે ૧૦.૪ ડિગ્રી પારો રહ્યો હતો. કોલ્ડવેવની કોઇપણ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે.  લઘુત્તમ તાપમાનમાં ઘટાડાની સાથે સાથે સતત ફેરફારની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. હાલમાં નીચલી સપાટી પર ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. હાલમાં ઉત્તર ભારત જોરદાર ઠંડીના સકંજામાં આવેલું છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગનું કહેવું છે કે, હાલમાં રાજ્યમાં નીચલી સપાટી ઉપર ઉત્તરપૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં ફેરફારની સ્થિતિ જોવા મળી રહી છે. ૧૪મી જાન્યુઆરી સુધી ઠંડીના ચમકારાની અસર રહેશે. ત્યારબાદ દિનપ્રતિદિન ઠંડી ઘટશે. ઠંડીનું જોર ઘટ્યું હોવા છતાં અમદાવાદમાં હવે રાત્રિ ગાળામાં ઠંડીના લીધે ટ્રાફિકની સ્થિતિ ઓછી જોવા મળી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હાલમાં નિચલી સપાટી ઉપર ઉત્તર પૂર્વીય પવનો ફુંકાઈ રહ્યા છે. વાદળછાયુ વાતાવરણ પણ નથી. ફુલગુલાબી ઠંડી વચ્ચે લોકો હાલમાં મજા માણી રહ્યા છે. ઠંડીના પ્રમાણમાં એકાએક અમદાવાદ શહેરમાં ઘટાડો નોંધાયો છે. અલબત્ત સવારમાં ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે પરંતુ એકંદરે ઠંડી ઘટી છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જમ્મુ કાશ્મીર અને હિમાચલના ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા જારી રહેતા તેની આંશિક અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે.

(9:33 pm IST)