Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કરજણના સાયર ગામમાંથી હાઈવા ટ્રકની ચોરીના કેસમાં ટ્રાન્સફર વોરંટથી બે આરોપીની અટકાયત

વડોદરા :કરજણ સાયર ગામમાથી પંદર દિવસ પહેલા ઘર આંગણેથી રૂપિયા ૧૩લાખ ૫૧ હજાર નું ડમ્પર ચોરી થયું હતું. હાઇવા ટ્રકની બારીના કાચ તોડી ડુપ્લિકેટ ચાવી વડે અજાણ્યા ઇસમો ટ્રકને ઉપાડી ગયાની ફરિયાદ હાઇવા ડમ્પરના માલિકે કરજણ પોલીસ મથકમાં નોંધાવી હતી.

જે સંદર્ભે કરજણ પોલીસે તપાસ શરૂ કરી હતી.પોલીસે સી સી ટીવી ફૂટેજોના આધારે ટોલટેક્ષ ખાતે તપાસ કરતા એક એસ્ટિમ ગાડી સતત હાઇવા ડમ્પર સાથે ચાલતી હોય રેકી કરતી હોય એવું ઓબ્જવરમાં જણાઇ આવતા સદર ગુનાના આરોપીઓ બદરૂદ્દીન ઉર્ફે અનવર મૈયુદ્દીન સૈયદ (રહે. વડોદરા )તથા અબ્દુલ કાદર અસ્લમ દિવાન (રહે. વડોદરા ) ધોળકા પોલીસ મથકમાં હાઇવા ચોરીના ગુનામાં પકડાયેલા હતા.

  ઉપરોક્ત આરોપીઓનો ધોળકા પોલીસ મથકમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી કરજણ પોલીસ મથકમાં લાવી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે॰

(9:20 pm IST)