Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અંકલેશ્વર જીઆઈડીસીમાં કંપનીના રૂમમાં ગળેફાંસો ખાઈને યુવકનો આપઘાત

મૂળ મધ્યપ્રદેશના યુવકે રૂમમાં જ ગળેફાંસો ખાદ્યો :પોલીસ તપાસનો ધમધમાટ

અંકલેશ્વર જીઆઇડીસીમાં એક કંપનીનાં રૂમમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરી હતી.

  જાણવા મળ્યા મુજબ મૂળ મધ્યપ્રદેશનો અને હાલ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નવનીત પ્રોડક્ટ કંપનીમાં કામ કરતો અને કંપનીનાં રૂમમાં રહેતો ૨૦ વર્ષીય શિવકુમાર વિષ્ણુકુમારસિંહ કોઈ અગમ્ય કારણોસર રૂમની છત ઉપર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

  ઘટના અંગેની જાણ કંપનીનાં સંચાલકોને જાણ કરાતા તેઓ દોડી આવી હતા ,અને જીઆઇડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ દોડી આવી શિવકુમારનાં મૃતદેહને પી.એમ અર્થે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(9:16 pm IST)