Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

આંકલાવના જોષિકુવામાં મિલ્કતમાં ભાગ ન આપવાની બાબતે બે ભાઈઓ બાખડ્યા: નાના ભાઈએ મોટા ભાઈ પર છરીથી જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા

આંકલાવ: તાલુકાના જોષીકુવા ગામના ચોરા પાસે નાના ભાઈએ મિલ્કતના ભાગ બાબતે મોટાભાઈની સાથે તકરાર કરીને હાસડી ઉપર છરી મારી દેતાં તેને લોહીલુહાણ હાલતમાં બોરસદમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ફરિયાદી શંકરભાઈ વલ્લવભાઈ પટેલ પોતાની માતા સાથે જોષીકુવા ગામે રહે છે. જ્યારે તેમનો નાનો ભાઈ કલ્પેશભાઈ દાવોલ બસસ્ટેન્ડ નજીક અલારસા રોડ ઉપર રહે છે. ગઈકાલે સાંજના પોણા સાતેક વાગ્યાના સુમારે તે મોટાભાઈના ઘરે પહોંચ્યો હતો અને મિલ્કતમાં ભાગ કેમ આપતા નથી તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો. ત્યારબાદ ઉશ્કેરાઈ જઈને ગેસના ચુલા પાસે પડેલી છરી ઉઠાવીને મોટાભાઈ શંકરભાઈને ડાબી બાજુ હાસડી ઉપર મારી દીધી હતી. દરમ્યાન તેની માતા સુશીલાબેન તથા અન્યો આવી ચઢતાં વધુ મારમાથી છોડાવ્યો હતો. જતાં જતા કલ્પેશે જો મને મિલ્કતમાં ભાગ નહીં આપો તો બન્નેને જીવતા રહેવા નહી દઉ તેવી ધમકી આપી હતી. 

(5:17 pm IST)