Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ખેડાની ઝારોલા સિમ નજીક ગમખ્વાર અકસ્માતમાં ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

ખેડા: જિલ્લામાં ડાકોર તેમજ ઝારોલા સીમ નજીક સર્જાયેલા અક્સ્માતમાં ત્રણ મુસાફરોને ઈજા થઈ હતી. આ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. 

પોલીસ સૂત્રોમાંંથી મળેલ વિગત મુજબ વસો તાલુકાના ઝારોલામાં રહેતા ચંદ્રકાંતભાઈ મફતભાઈ સોલંકી ગત તા.૧૪-૧-૧૯ના રોજ રીક્ષા નં.જીજે-૦૭ વાયવાય-૬૪૧૩માં મુસાફરો બેસાડી દેગામ-દાવડા ચોકડી રોડ પરથી જઈ રહ્યાં હતા. ત્યારે મલાઈ તળાવના ટનીંગમાં પૂરઝડપે હંકારતા રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેથી રીક્ષા ચાલક તેમજ રીક્ષામાં બેઠેલા સોમાભાઈ ઉદાભાઈ સોલંકી (રહે. ઝારોલ) ને ઈજા થઈ હતી. 

જ્યારે અકસ્માતનો બીજો બનાવ ડાકોર એસ.ટી. વર્કશોપ સામે રોડ ઉપર સર્જાયો હતો. જેમાં ગત તા.૭-૧૨-૧૮ના રોજ ભરતભાઈ ગોતાભાઈ સોલંકી (ઉં.વ.૨૮) (રહે. લસુન્દ્રા ડાકોર એસ.ટી) વર્કશોપ સામે રોડ પરથી જઈ રહ્યાં હતા ત્યારે અજાણ્યા ફોરવ્હીલ ગાડીનો ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. જેથી ગાડીની ટક્કર વાગતા ભરતભાઈ સોલંકીને ડાબા પગની ઘુંટ ઉપર ફ્રેક્ચર થયું હતું.

(5:13 pm IST)