Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અમદાવાદ આર.આર.સેલે નડિયાદથી 202 પેટી દારૂનો જથ્થો રંગે હાથે ઝડપ્યો

અમદાવાદ :આરઆરસેલ પોલીસે ફરી એકવાર નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અગાઉ પણ આરઆરેલ દ્વારા હાઇવે ઉપરથી રનીંગ વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી હતી, જે બાદ પીપળાતા ગામની સીમમાં આવેલ માતાના મંંદિર પાસે આર્યુવેદીક ફેક્ટરી પાછળના ખુલ્લા ખેતરમાંથી પોલીસે ૨૦૨ પેટી, એટલેકે ૨૪૨૪ નંગ કિંમત રૂ. ૧૨,૧૨,૫૦૦નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ ેજણાવ્યું છ ેકે અમદાવાદ રેન્જની પોલીસ વોચમાં હતી દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે પીપળાતા ગામે રણજીત ઉર્ફે રમણભાઇ ઉર્ફે રંગો (રહે. કેરીયાવી, તાબે આનંદપુરા)નાઓ વિદેશી દારૂનો જથ્થો ઉતારી નાના વાહનો મારફતે હેરાફેરી કરનાર છે. જેના આધારે પોલીસે પીપળાતા ગામની સીમમાં ખોડીયાર માતાના મંદિર પાસે આર્યુવેદિક ફેક્ટરીની પાછળના ખુલ્લા ખેતરમાં રઇડ કરતા પ્રકાશભાઇ વાઘરી (દેવી પુજક) રહે. શારદા મંદીર રોડ નહેર પાસે, ખુજા તલાવડી, નડિયાદ - ૨ના)ઓ ઝડપાઇ ગયો હતો. જેની પાસેથી પોલીસે વિદેશી દારૂની ૨૦૨ પેટી જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથધરી છે. જોકે રણજીત સોલંકી આરઆરસેલ પોલીસને થાપ આપી નાસી જવામાં સફળ રહ્યો હતો. 

(5:12 pm IST)