Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઉતરાયણ અગાઉ મોડાસામાં એક સાથે 5 મકાનના તાળા તૂટ્યા: નગરજનોમાં ફફડાટ જોવા મળ્યો

મોડાસા:ઉત્તરાયણ પર્વના મીની વેકેશનનો ગેરલાભ ઉઠાવી મોડાસાની ગોકુલધામ રેસીડેન્સીમાં તસ્કર ગેંગે એક જ રાતમાં પાંચ મકાનોના તાળા-નકૂચા તોડી તરખાટ મચાવ્યો હતો. કેનાલાના કિનારે આવેલ આ રેસીડેન્સીમાં ઉત્તરાયણની રાત્રી એ તસ્કરોએ બંધ મકાનોને નિશાન બનાવી ઘરમાં ઘૂસી કબાાટ,તીજોરી તોડી આશરે લાખ્ખો રૃપિયા ની મત્તા ચોરી લીધી હોવાનું જણાઈ આવ્યું હતું.જયારે મોડે સુધી આ તસ્કરીની કોઈ ફરીયાદ પોલીસ સ્ટેશને નહી નોંધાતાં આશ્ચર્ય સર્જાયું હતું. જોકે આ તરખાટ મચાવનાર તસ્કરીમાં લાખ્ખો રૃપિયાની મત્તા ચોરાઈ હોવા છતાં મોડે સુધી મોડાસા પોલીસ સ્ટેશને કોઈ ફરીયાદ ન નોંધાઈ હોવાનું સ્થળ ઉપરના પીએસઓ દ્વારા જણાવાયું હતું.પરંતુ એકજ રાત્રીમાં પાંચ મકાનોના તાળા તોડવાની આ ઘટના થી સોસાયટી ના રહીશો અને નગરજનોમાં ફફડાટ ફેલાયો હતો.

(5:12 pm IST)