Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સાબરકાંઠામાં મકરસંક્રાતિ દરમ્યન 16 પક્ષીઓએ દોરીના કારણે મોતને ભેટવાની નોબત આવી

સાબરકાંઠા:જિલ્લામાં તા.૧૪ અને ૧૫ જાન્યુઆરીના રોજ પતંગરસિયાઓએ રંગેચંગે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરીને અંદાજે ત્રણ કરોડથી વધુના ફાફડા, જલેબી તથા ઉંધીયુ ઝાપટી ગાયા હતા. જોકે પતંગરસિયાઓના શોખને લીધે જિલ્લામાં બે દિવસ દરમિયાન દોરીથી ઘવાયેલા અંદાજે ૧૬ પક્ષીઓના મોત નિપજ્યા હતા તથા જિલ્લાના વનવિભાગ સંચાલિત કંટ્રોલ રૃમને ૮૪ કોલ મળ્યા હતા જેમાં ૭૨ પક્ષીઓને સારવાર આપી બચાવી લેવાયા હતા જ્યારે હિંમતનગરના કર્મયોગી જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટે દોરીથી ઘાયલ થયેલા ૪૪ પક્ષીઓ પૈકી ૩૪ પક્ષીઓને સમયસર સારવાર આપી આકાશમાં વિહાર કરવા મોકલી દીધા હતા. જિલ્લામાં એકંદરે ઉત્તરાયણ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી થઈ હતી.  બીજી તરફ પતંગ ચગાવવાના શોખીનોની દોરીને કારણે અંદાજે ૮૪ પક્ષીઓ ઘાયલ થતા તે અંગે જીવદયા પ્રેમીઓએ તંત્ર ધ્વારા ઉભા કરાયેલા વનવિભાગના કંટ્રોલ રૃમને જાણ કરી હતી.

(5:11 pm IST)