Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સુરતમાં અગમ્ય કારણોસર 13 વર્ષીય તરુણીએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરના સચિન વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ભાર્ગવેશ કંપનીમાં કામ કરતાં મૂળ મધ્યપ્રદેશના વતની અને કામના સ્થળે જ રહેતા પરિવારની ચોથા ધોરણમાં અભ્યાસ કરતી ૧૩ વર્ષીય દીકરીનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. તેણે કયા કારણોસર આત્મહત્યા કરી એ જાણી શકાયુ નથી. 

માહિતી મુજબ સચિન જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં કામ કરતા ચંદ્રિકાપ્રસાદ ગરૃડ સાકેતની ચાર પુત્રીઓ છે. જેમાં સૌથી મોટી દુર્ગાવતી ચોથા ધોરણમાં અભ્યાસ કરતી  ઉત્તરાયણ તા-૧૪મીએ તેનો જન્મદિવસ હતો.   લટકતી દીકરીનો મૃતદેહ જોઈને તેણે રાડારાડ કરી મુકતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતાં. દુર્ગાવતીના આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. બનાવ અંગે  સચીન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:10 pm IST)