Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સુરતમાં 4 મિત્રોએ 3 વર્ષીય બાળા પર ગેંગરેપ કરતા પોલીસે ધરપકડ કરી

સુરત:હજીરામાં પાંચ દિવસ અગાઉ ત્રણ વર્ષીય બાળકીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મની ઘટનામાં સુરત પોલીસે બાળકીની પાડોશમાં જ રહેતા ૧૦ થી ૧૪ વર્ષના ચાર તરૂણની અટકાયત કરી છે.

ચારેય તરુણોએ મોબાઇલ ફોનમાં બ્લુ ફિલ્મ જોયા બાદ બાળકીને લઈ જઈ વારાફરતી બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે ઝડપેલા ચાર શકમંદમાંથી એકની સંડોવણી બહાર આવ્યા બાદ તેની પૂછપરછના આધારે બાકીના ત્રણ તરૂણની અટકાયત કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હજીરા વિસ્તારમાં ગત ગુરુવારે બપોરે ત્રણ વર્ષીય બાળકી પોતાના રૂમની સામે રમતી હતી ત્યારે કોઈક તેને ફોસલાવી લઈ ગયું હતું અને સાંજે તેને ઘર નજીક મુકી ગયું ત્યારે તેની સાથે દુષ્કર્મ થયાનું બહાર આવ્યું હતું.

(5:09 pm IST)