Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વડોદરામાં વતનમાં જવા નીકળેલ મહિલાના થેલામાંથી ગઠિયાએ ચાલુ બસે દાગીનાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાંઉત્તરાયણને આગલે દિવસે વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો પર બસમાં ચઢતી મહિલાના થેલામાંથી કોઇ ગઠિયો દાગીના ભરેલું પર્સ ઉઠાવી ગયો હતો.

ગોત્રી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી હંસા કેતનભાઇ કટારાએ પોલીસને કહ્યું છે કે,તા.૧૩મીએ બપોરે અઢી વાગે મારી નણંદ અને બહેન સાથે જેસાવાડા ખાતે વતનમાં જવા નીકળી હતી.

સેન્ટ્રલ એસટી ડેપો પર દાહોદ તરફ જતી બસમાં ચઢવા જતાં કોઇ ગઠિયાએ હંસાબેનના થેલામાંથી પર્સ કાઢી લીધું હતું.જેમાં સાડાત્રણ તોલાનું મંગળસૂત્ર,એક તોલાની ચેઇન અને ડાયમંડની વિંટી ઉપરાંત રોકડા રૃા.૩ હજાર મળી પોણા બે લાખની મત્તા અને પાનકાર્ડ,ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડ હતા.સયાજીગંજ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે.

(5:08 pm IST)