Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વડોદરામાં ઉતરાયણ પૂર્વે ચાલતી દારૂની મહેફિલ પર પોલીસના દરોડા: 12ની ધરપકડ

વડોદરા: શહેરમાં વારસિંયાની બંધ હાલતની સર્વાનંદ હોસ્પિટલના ટેરેસ પર પત્નીઓ સાથે દારૃની મહેફિલ માણતા ૧૨ વેપારીઓને પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે વેપારીની પત્નીઓના બ્લડસેમ્પલ લઇને તેમને જવા દેવામાં આવી હતી પોલીસે હોન્ડા સિટિ કાર અને સ્કૂટરો સહિત સાત વાહનો કબ્જે કર્યા છે.

આ અંગેની વિગત એવી છે કે વારસીયા પોલીસને માહિતી મળી હતી કે વારસીયાની બંધ હાલતની સર્વાનંદ હોસ્પીટલની ટેરેસ પર કેટલાંક સ્ત્રી-પુરૃષો દારૃની મ્હેફિલ માણે છે અને મહેફિલનું આયોજન વિનોદ અશોકભાઇ મલાણી (રહે. સંતકવર કોલોની વારસીયા) એ કર્યું છે. જેથી વારસીયા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ કુલદિપસિંહ ગોહિલ અને સ્ટાફ ઉપરોક્ત સ્થળે રેઇડ પાડતા મહેફિલમાં બેસેલા નશેબાજોના મોઢા પરથી નસો ઉતરી ગયો હતો. અને પોલીસ સમક્ષ કાકલૂદી શરૃ કરી હતી. સાહેબ આજે તહેવાર છે એટલે ફેમિલી સાથે પ્રોગ્રામ રાખ્યો છે ભૂલથઇ ગઇ અમને જવા દો. પોલીસને બનાવ સ્થળેથી બીયરના છ ખાલી ટીન, છ ભરેલા ટીન, દારૃની એક ખાલી અને એક ભરેલી બોટલો મળી આવી હતી

(5:07 pm IST)