Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

મતદાર યાદી પ્રસિદ્ધીને ફરી બ્રેકઃ ૩૧ જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે

રાજકોટ, તા. ૧૬ :. ગુજરાતની નવી મતદાર યાદી પ્રસિદ્ધીને વધુ એક વખત બ્રેક લાગી છે. અગાઉ ૪ જાન્યુઆરરીએ અને ત્યાર બાદ ૧૭ જાન્યુઆરીે મતદાર યાદી પ્રસિદ્ધી માટે જાહેર કરાયેલ પરંતુ હવે તેમાં ફેરફાર થયો છે.

ચૂંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ નવી મતદાર યાદી આવતીકાલે નહિ પણ ૩૧ જાન્યુઆરીએ પ્રસિદ્ધ થશે. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધીમાં ૧૮ વર્ષ પુરા કર્યા હોય અને મતદાર હોય અને મતદાર તરીકે નામ નોંધાવ્યું હોય તે તમામના નામનો નવી મતદાર યાદીમાં સમાવેશ થઈ જશે. ગુજરાતમાં દસેક લાખ નવા મતદારો ઉમેરાવાનો અંદાજ છે.

(4:03 pm IST)