Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

રીયલ એસ્ટેટમાં જીએસટી ઘટાડવો કે નહિ ? પ્રધાનોના જુથની રચનાઃ નીતિન પટેલ સંભાળશે નેતૃત્વ

નવી દિલ્હીઃ રીયલ એસ્ટેટ ક્ષેત્રે અમલી બનેલા જીએસટીના દરને ઘટાડવા કે નહિ ? તે અંગે અભ્યાસ કરી ભલામણ કરવા કેન્દ્ર સરકારે પ્રધાનોના એક જુથની રચના કરી છે. જેમાં ૭ સભ્યો છે અને તેનુ નેતૃત્વ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરશેઃ અત્રે નોંધનીય છે કે રીયલ એસ્ટેટ ક્ષેત્ર ૫ ટકા જીએસટીની માંગણી કરી રહ્યુ છેઃ સરકારે રચેલી પ્રધાનોના જુથની કમીટીમાં નિતીન પટેલ ઉપરાંત મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, પંજાબ, યુપી અને ગોવાના પંચાયત મંત્રી સભ્ય તરીકે રહેશેઃ આ પ્રધાનોનું જુથ બિલ્ડરો અને ખરીદનારાઓને પડતી સમસ્યાઓનો અભ્યાસ કરી સરકારને શું પગલા લેવા જોઈએ? તેની ભલામણ કરશેઃ હાલ રીયલ એસ્ટેટમાં ૧૨ ટકા જીએસટી અમલી છેઃ છેલ્લી મીટીંગમાં કાઉન્સીલે જીએસટી ઘટાડવા બાબત પ્રધાનોના જુથ ઉપર છોડી હતી.

(3:54 pm IST)