Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

ઘોડા પર બેસવાના વધુ ભાવ બાબતે લોનાવાલામાં ગુજરાતના ૩ યુવાનો ઉપર હુમલો

વડોદરાના મેમણ પરિવારની દિકરીઓ સાથે અભદ્ર વ્યવહાર

લોનાવાલા, તા.૧૫ : કોઈપણ કારણ વિના મહારાષ્ટ્રમાં એકમુસ્લિમ કુટુંબની ખૂબ જ બર્બરતાપૂર્ણ રીતે કનડગતકરવામાં આવી હતી. એટલું જ નહીં કુટુંબની મહિલાઓ અને છોકરીઓની છેડતી કરવામાંપણ આવી હતી. મિરરના અહેવાલ મુજબ ગઈકાલે લોનાવાલામાં સાંજે આ ક્રૂર ઘટનાબની હતી. ગુજરાતના વડોદરાનો વતની એવો આ પરિવાર મુંબઈ નજીકના હિલસ્ટેશન ખાતે પ્રવાસે ગયો હતો.

લોનાવાલામાં ટાઈગર પોઈન્ટખાતે ઘોડે સવારીના ફિક્સ ભાવ અંગે નજીવીતકરાર બાદ આ બર્બરતા આચરવામાં આવી હતી. અહેવાલો મુજબ ઘોડાનો માલિક નક્કી કરેલી કિંમત કરતા વધુ નાણાં માંગી રહ્યો હતો,જેથી કુટુંબ સાથે તકરાર થતાં અપશબ્દો બોલવામાં આવ્યા હતા. જોતજોતામાં આસપાસ ઘોડે સવારીકરાવતા લોકો એકઠા થઈ ગયા હતા અને પરિવાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં અસિમમેમણ, સુફિયાન મેમણ અને અહેમદ મેમણનામના યુવાનોને ઈજા થઈ હતી. પોલીસેફરિયાદ લેવાની ના પાડતા ભારે દબાણ બાદહુમલાના પાંચ કલાક પછી ફરિયાદ નોંધવામાં આવી હતી. જો કે, હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી હતી.(૨૧.૩૩)

 

(2:31 pm IST)