Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અરવલ્લીમાંથી મોટાપાયે દારૂનો જથ્થો ઝડપાયોઃ શામળાજીના વેણપુરમાં બોર્ડની ઉત્તરવહીની આડમાં છુપાવેલ વિદેશી દારૂ સાથે બે શખ્શો પકડાયા

મહારાષ્ટ્ર HHC એક્ઝામીનેશન બોર્ડની ઉત્તરવહીની આડમાં દારૂ :13 લાખના મુદામાલ કબ્જે

અરવલ્લીમાંથી દારૂનો મોટાપાયે જથ્થો ઝડપાયો હતો. જેથી દારૂબંધીના દાવા સાવ પોકળ સાબિત થયા છે. શામળાજીના વેણપુર ગામની ઘટના છે કે જ્યાંથી એક ટ્રક પસાર થઇ રહી હતી.

આ ટ્રકમાં બોર્ડની ઉત્તરવહી મુકવામાં આવી હતી. જેથી આડમાં આ વિદેશી દારૂ છૂપાવીને લાવવામાં આવતો હતો. જેની બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી.

આ દરમિયાન આ ટ્રકનું ચેકિંગ હાથધર્યુ હતું. ચેકિંગ દરમિયાન આ ઘટના પરથી પડદો ઉંચકાયો હતો અને 13 લાખના વિદેશી દારૂ સાથે બે શખ્સોને ઝડપ્યા હતા. આપને જણાવી દઇએ કે આ ઉત્તરવહી મહારાષ્ટ્ર HHC એક્ઝામીનેશન બોર્ડની ઉત્તરવહી હતી. જેની આડમાં આ દારૂ લવાયો હતો.

(1:44 pm IST)