Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

માર્ચ મહિનાથી અમદાવાદમાં મેટ્રો ટ્રેન દોડવા લાગશે

વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી ટ્રાયલ રનની પ્રક્રિયાહાથ ધરવા તૈયારી

અમદાવાદમાં મેટ્રો ટ્રેનને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. માર્ચ મહિનાથી અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેન દોડવાની શરૂઆત થઇ જશે. જાણકાર લોકોનુ કહેવુ છે કે વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી ટ્રાયલ રનની પ્રક્રિયાને જાન્યુઆરીના અંતથી જ હાથ ધરવામાં આવી શકે છે. ઉપરાંત મેટ્રોની બીજી ટ્રેન દક્ષિણ કોરિયાથી સાતમી ફેબ્રુઆરીના દિવસે આવી પહોચશે. જે આજે દક્ષિણ કોરિયાથી રવાના કરવામાં આવી ચુકી છે.

 પ્રથમ તબક્કામાં ત્રણ કોચની સાથે મેટ્રો ટ્રેન પહેલી જાન્યુઆરીના દિવસે એપરલ પાર્ક પહોંચી ગઇ છે. જ્યાં કોચને પાટા પર ચઢાવી દેવા અને મોટા ભાગના ટેસ્ટિંગ સાથે સંબંધિત જરૂરી કામ પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. પ્રથમ ચરણમાં ત્રણ કોચની સાથે મેટ્રો ટ્રેન એપરેલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધી દોડનાર છે.

 બીજી બાજુ બીજી ટ્રેન દક્ષિણ કોરિયાથી નિર્ધારિત સમય મુજબ ૧૭મી જાન્યુઆરીના દિવસે એટલે કે આજે રવાના કરવામાં આવી હતી. આ ટ્રેનને પાટા પર ચડાવી દેવા અને તેના ટેસ્ટિંગની પ્રક્રિયાને મોડેથી હાથ ધરવામાં આવનાર છે. જ્યારે ૧૮મી ફેબ્રુઆરીથી રિસર્ચ ડિઝાઇન સ્પેસિફિકેશન ઓર્ગેનાઇઝેશન તેની સુરક્ષા ખાતરી કરનાર છે.

(1:36 pm IST)