Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

કોલેજોનાં કર્મચારીઓને ૧ જાન્યુ. ૨૦૧૯થી સાતમા પગાર પંચનો લાભ મળશે

અમદાવાદ તા. ૧૬ : રાજયની સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને ૧ જાન્યુઆરી-ર૦૧૯થી સાતમા પગાર પંચ મુજબ પગાર ચૂકવાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજયની સરકારી યુનિવર્સિટી અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના શૈક્ષણિક કર્મચારીઓને કેન્દ્રીય સાતમા પગાર પંચની ભલામણ મુજબ પગાર સુધારણાનો લાભ સ્કેલ ટુ સ્કેલ આપવાનો નિર્ણય કર્યો છે.

આવા કર્મચારીઓને તા. ૧ જાન્યુઆરી-ર૦૧૯થી સાતમા પગાર પંચ મુજબના પગાર ધોરણ મુજબ પગાર ચુકવવામાં આવશે. જયારે તા. ૧ જાન્યુઆરી-ર૦૧૬થી તા. ૩૧ ડિસેમ્બર-ર૦૧૮ સુધીના પગાર ભથ્થા પેટે ચુકવવાની થતી એરિયર્સની રકમ ભારત સરકાર તરફથી મળવાપાત્ર તફાવતની રકમ મળ્યા બાદ રાજય સરકાર નિયત કરે તે મુજબ ચુકવવામાં આવશે.(૨૧.૫)

(10:14 am IST)