Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

અરવલ્લીના માલપુરના વાવડી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત:માતા-પુત્ર સહીત ત્રણ લોકોના કરૂણમોત:ચાર ઘાયલ

લાલજીના પહાડિયા ગામમાં રહેતા માતા-પુત્ર લગ્નની કંકોત્રી આપવા જતા રસ્તામાં કાળનો કોળિયો બન્યા

અરવલ્લી :અરવલ્લીના માલપુરના વાવડી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં માતા પુત્ર સહીત ત્રણ લોકોના કરૂણમોત નિપજ્યા છે જયારે ચાર લોકો ઘાયલ થયા છે

 મળતી વિગત મુજબ  અરવલ્લીના માલપુરના વાવડી ગામ પાસે બે કાર સામ સામે અથડાઇ હતી. અકસ્માતમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. જેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
  મૃતકોમાં લાલજીના પહાડિયા ગામમાં રહેતા માતા-પુત્રનો સમાવેશ થાય છે, જેઓ લગ્નની કંકોત્રી આપવા જતા હતા અને રસ્તામાં કાળનો કોળિયો બની ગયા હતા. ઘટનાની જાણ થતા જ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું 

(1:14 am IST)