Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

વાયબ્રન્ટ મહોત્સવની તૈયારીની માહિતી મેળવતા મુખ્યમંત્રી: પ્રધાનો અને ઉચ્ચ અધિકારીઓ સાથે મહાત્મા મંદિર પહોંચ્યા

ટેકનોલોજી ઉપરાંત વીવીઆઇપી ડેલીગેશન સહિત અન્ય દેશના પ્રમુખો માટેવ્યવસ્થા નિહાળી

ગાંધીનગરમાં 9મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે. ત્યારે મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી દ્વારા વાઇબ્રન્ટ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી મુખ્યપ્રધાન ઉપરાંત શિક્ષણપ્રધાન તેમજ પાણી પુરવઠા પ્રધાન તેમજ સરકારના ઉચ્ચ અધિકારીઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતા અને તૈયારીઓ અંગે માહિતી મેળવી હતી.

   મુખ્યપ્રધાને ટેકનોલોજી ઉપરાંત વીવીઆઇપી ડેલીગેશન સહિત અન્ય દેશના પ્રમુખો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે અંગે જાણકારી મેળવી હતી. મુખ્યપ્રધાને વાઇબ્રન્ટ સમિટના મુખ્ય હોલ, પીએમઓ તેમજ સીએમઓ ઓફિસ, વન ટુ વન બેઠક ખંડની મુલાકાત લીધી હતી. તેમજ અધિકારીઓ પાસેથી વ્યવસ્થાની જાણકારી મેળવી હતી.

(10:23 pm IST)