Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

નર્મદા નદીમાં બોટ પલ્ટી મારી જતા 30 લોકો ડૂબ્યા :મહિલા-બાળકો સહીત છ લોકોના મોત

મકરસંક્રાતિના સ્નાન વેળાએ નંદુબાર જિલ્લાના ઘડગાંવ માં ભૂશયા પોઇન્ટ નજીક દુર્ઘટના :

અમદાવાદ ;નર્મદા નદીમાં બોટ પલ્ટી મારી જતા 30 લોકો ડૂબયાં હતા જેમાં મહિલાઓ બાળકો સહીત છ લોકોના કરૂણમોત નિપજ્યા કછે

આ અંગે મળતી વિગત મુજબ રાજ્યની બોર્ડર પર આવેલા નાદુબર જિલ્લાના ઘડગાંવ તાલુકાના ભુશ્યા પોઈન્ટમાં નર્મદા નદીમાં બોટ પલટતાં 30 લોકો ડૂબ્યાં હતાં. જેમાંથી 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે પાંચની હાલત ગંભીર જણાવાઈ રહી છે તેઓને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.  સરકારી બોટ દ્વારા ડૂબેલાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

  મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીના કિનારે વસતાં આદિવાસીઓમાં મકરસંક્રાતિ નિમિતે સ્નાન કરવાની એક પ્રથા હોય છે. આ કિનારાનો લોકો સામે કિનારે જઈને સ્નાન કરે અને સામાના આ કિનારે આવી પૂજા અર્ચના કરી સ્નાન કરે. મંગળવારે બોટ સામે કિનારે જતી તે દરમિયાન દુર્ઘટના સર્જાઈ હતી.
    ચર્ચાતી વિગત મુજબ બોટમાં 30થી વધુ લોકો હતાં. પરંતુ બોટ ડૂબી ત્યારે મોટા તરતાં આવડતું તે મોટી ઉંમરના લોકો તરીને સામા કિનારે પહોંચી ગયાં હતાં. જ્યારે તરતાં નહોતું આવડતું તે મૃતકોમાં સૌથી વધુ 2થી 4 વર્ષા બાળકો અને એક મહિલાનો સમાવેશ થતો હોવાનું સામે આવ્યું છે. બોટની કેપેસિટી 10 લોકોની હતી. જ્યારે બોટમાં 30થી વધુ લોકોને બેસાડી દેવાતાં બોટ ડૂબી ગઈ હતી

(6:16 pm IST)