Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

IMTEX- 2019 નાં ૫૦ વર્ષની અનોખી ઉજવણી થઇ

૨૪થી ૩૦ સુધી બેંગ્લોર ખાતે ભવ્ય પ્રદર્શન યોજાશે : IMTEX -2019, ટુલટેક-૨૦૧૯માં થ્રીડી પ્રિન્ટીગ, વસ્તુઓનું ઈન્ટરનેટ, ઓટોમેશનના આકર્ષણો

અમદાવાદ,તા.૧૫ : ઈન્ડિયન મશીન ટુલ મેન્યુફેકચરર્સ એસોસિએશન (આઈએમટીએમએ) દ્વારા આઈએમટીઈએક્સનાં ૫૦ વર્ષની પૂર્ણાહુતિ નિમિતે અનોખી ઉજવણી  કરવાનું આયોજન હાથ ધરાયું છે. જેના ભાગરૂપે આગામી હતા. ૨૪થી તા. ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન બેંગ્લોર ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટરમાં યોજાનારા આઈએમટીઈએક્સ-૨૦૧૯ અને ટુલટેક-૨૦૧૯માં આઈએમટીઈએક્સની ઉજવણી કરવામાં આવશે. આઈએમટીઈએક્સએ દક્ષિણ એશિયાનાં મેન્યુફેકચરીંગ ટેકનોલોજી એક્ઝિબિશન ક્ષેત્રમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. સને ૧૯૬૯માં મુંબઈમાં તેનો આરંભ થયો હતો અને મેટલ વર્કિંગ ટેકનોલોજીમાં કરેલા બદલાવ પછી ભારતીય ઉત્પાદકો નાવિન્યપૂર્ણતા લાવતા થયા છે અને સંશોધન કરતા થયા છે. ૫૦ વર્ષનાં ગાળામાં એક્ઝિબિશનમાં વૈવિધ્યપૂર્ણ જૂથો અને હિસ્સાધારકો આ પ્લેટફોર્મનો જ્ઞાનની વહેંચણી અને વ્યાપારનાં આદાનપ્રદાન માટે ઉપયોગ કરતા થયા છે. ૧૯૬૯માં આઈએમટીઈએક્સનો મુંબઈનાં વિક્રોલીમાં ૭૦૦૦ સ્કવેર મીટર જગ્યામાં ૨૬ કંપનીઓ સાથે આરંભ થયો હતો. આગામી બીઆઈઈસીમાં યોજાનારા આઈએમટીઈએક્સ ૨૦૧૯નો ભવ્ય મેળાવડો આશરે ૧૦,૦૦૦ સ્કવેર મીટર જગ્યામાં ૨૩ દેશોનાં ૧૦૦૦થી વધુ એક્ઝિબિટર્સ સાથે યોજાઈ રહ્યું છે. આ પ્રસંગે આઈએમટીએમએનાં ચેરમેન-એક્ઝિબિશન્સ શ્રી જમશેદ એન. ગોદરેજે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક વર્ષોથી ઉત્પાદન ઉદ્યોગોની જરૂરિયાતો પારખવી તે આઈએમટીએમએની મુખ્ય શક્તિ રહી છે. જ્યારે ભારતીય ઉત્પાદન ઉદ્યોગ બાલ્યાવસ્થામાં હતો, ત્યારે આઈએમટીએમએ વૈશ્વિક વિકાસને ભારતમાં દર્શાવવામાં નેતૃત્વ પ્રદાન કર્યું હતું. અમે ૫૦ વર્ષ  પહેલા આરંભ કર્યો હતો અને આજે આ શો એક વટવૃક્ષ બની ચુક્યો છે. આઈએમટીએમએના પ્રેસિડન્ટ શ્રી પી. રામદાસે જણાવ્યું હતું કે, આઈએમટીઈએક્સ તે ટેક્નોલોજીનાં ચાહકો માટે ભાગ લેવા જેવું પ્રદર્શન છે. આઇએમટીઈએક્સમાં વિદેશોમાં જોવા મળતી અત્યાધુનિક ટેક્નોલોજીઓને જીવંત બતાવવામાં આવે છે. આઈએમટીઈએક્સની ચાલુ આવૃત્તિમાં એડવાન્સડ ટેકનોલોજીઓ જેવી કે થ્રીડી પ્રિન્ટીગ, વસ્તુઓનું ઈન્ટરનેટ, ઓટોમેશન, રોબોટિક્સ અને ઈન્ડસ્ટ્રી ૪.૦ વગેરે પ્રદર્શિત કરવામાં આવશે. આઈએમટીએમએનાં ડાયરેક્ટર જનરલ અને સીઈઓ શ્રી વી. અંબુએ જણાવ્યું હતું કે, આઈએમટીઈએક્સમાં બ્રાન્ડની અસરો કેવી થાય છે અને તેનાં કેવા હકારાત્મક પ્રભાવો વ્યક્ત થાય છે તે જોઈ શકાય છે. અમને તે વાતનું ગૌરવ છે કે અમે આઈએમટીઈએક્સનાં ૫૦ વર્ષનીઉજવણી કરી રહ્યા છીએ.  આ એક્ઝીબીશનમાં નવી ટેકનોલોજી, સંશોધનો અને આ ક્ષેત્રના લેટ્સ્ટ અપડેટ્સ જાણવા મળશે.

(6:05 pm IST)
  • વરિષ્ઠ ધારાશાસ્ત્રી કે. એમ. નટરાજની ભારતના એડિશનલ સોલિસીટર જનરલ (ASG) તરીકેની નિમણૂક કરતા રાષ્ટ્રપતી શ્રી રામનાથ કોવિંદ access_time 11:25 pm IST

  • અભ્યારણ વિસ્તારમાં ૪૫ કિમીની ઝડપથી ટ્રેન નહી ચલાવવા આદેશ :ગીર અભ્યારણમાં સિંહોના અકાળે મોતનો કેસ :રેલ્વે મંત્રાલય ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું :સિંહો ટ્રેનની અડફેટે આવતા હોવાની વાત રેલ્વે મંત્રાલયે સ્વિકારી :ઈમરજન્સી બ્રેક ઉપયોગ કરવાના નિર્દેશો આપ્યા હોવાનું રેલ્વે મંત્રાલયનું નિવેદન access_time 2:57 pm IST

  • રાજસ્થાન વિધાનસભાના સ્પીકર તરીકે અશોક જોશીની સર્વાનુમતે વરણી : નાથદ્વારાના ધારાસભ્ય જોશી આ અગાઉ કેન્દ્રીય મિનિસ્ટર રહી ચુક્યા છે access_time 7:04 pm IST