Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

સોમનાથ મહાદેવને કરાયો તલાભિષેકઃ મકરસંક્રાંતની ઉજવણી

સોમનાથ: સોમનાથ મંદિરમાં તા.14 જાન્યુ.ના બદેલ 15 જાન્યુ એટલે કે આજે મકરસંક્રાન્તીની ઉજવણી કરવામાં આવી છે. મકરસંક્રાન્તીની ઉજવણીના ભાગ રૂપે દિવસ ભર અનેક વિધિ, મહાપુજા, તલાભિષેક, તલનો શ્રૃંગાર તેમજ ગૌ પુજન સહીતના આયોજના કરવામાં આવ્યા છે.

આમ તો તા. 14 જાન્યુઆરીએ જ મકરસંક્રાન્તી ઉત્સવ ઉજવાતો હોય છે પરંતુ આજે તા. 15 જાન્યુઆરીનો સુર્યોદય મકરરાશિમાં થતા આજે સોમનાથમાં મકરસંક્રાન્તી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે વિષેશ પુણ્યકાલ નિમિતે સોમનાથ મહાદેવને સવારે પ્રાતહ કાળમાં તલના જળ સાથે અભિષેક કરવામાં આવ્યો હતો. તો ગૌ પુજન મંદિર સમીપ કરવામાં આવ્યું હતું. આ સાથે ભગવાન સોમનાથને તલની શ્રૃંગાર આરતી વગેરે કરવામાં આવ્યું હતું. આજે મકર સંક્રાન્તી પર્વે ભારે સંખ્યામાં ભાવીકો દર્શન કરી ધન્ય બન્યા હતા. આજે વૈદિક શાસ્ત્રોના આધારે મકર રાશિમાં સુર્યોદય હોય જેથી સોમનાથ મંદિરમાં આજે ખાસ તલનો અભિષેક, શ્રૃંગાર, મહાપુજા, ગૌ પુજા સહીતનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુ ધર્મ અનુસાર આજે સુર્યોદય મકર રાશીમાં થયો હતો. જેથી તા.14ના બદલે તા.15ના મકરસંક્રાન્તીની ઉજવણી સોમનાથ મંદિરમાં કરાઇ છે. આજે પ્રાતહ કાળથી સમય કાળ સુધી અનેક ધાર્મીક પુજા આયોજન કરાવમાં આવ્યું છે. જેમાં તલના જળથી સ્નાન અભિષેક સાથે તલના શ્રૃંગાર આરતી કરાય છે. તો તલના શ્રૃંગાર સાથે ગૌ પુજન સહીત દિવસ ભર ધાર્મીક આયોજન કરાયું છે.

(5:56 pm IST)