Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

સુરતમાં લાલદરવાજા ખાતે નમી પડેલ બિલ્ડિંગને ઉતારવાની મ્યુન્સીપાલ્ટીએ કામગીરી હાથ ધરી

સુરત:મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં લાલ દરવાજા બંદુગરાના નાકા પર બાજુની બિલ્ડીંગના પાયા ખોદતાં નમી પડેલા ચાર માળના આર.સી.સી. બિલ્ડીંગને ઉતારવાની કામગીરી મ્યુનિ. તંત્રએ શરૂ કરી છે.

બાજુમાં થયેલા ખોદાણના લીધે પાયા હચમચી જતાં બિલ્ડીંગ ક્રોસ થતાં જોખમી બની ગઈ હતી. મ્યુનિ.એ બિલ્ડીંગ ખાલી કરાવ્યા બાદ અકસ્માત ન થાય તે માટે કામગીરી કરી હતી. હવે બિલ્ડીંગને ઉતારવાની કામગીરી તંત્ર દ્વારા શરૃ કરવામા આવી છે.

મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનના લાલ દરવાજા બંદુગર નાકા પર ૪૦ વર્ષ જની ચાર માળની આર.સી.સી.ની બિલ્ડીંગની બાજુમાં અન્ય બિલ્ડીંગ માટે પાયા ખોદાવવાનું કામ કરતાં ૧૩ તારીખે બિલ્ડીંગ નમી પડી હતી.

બિલ્ડીંગમાં રહેતા લોકોને બહાર કાઢીને મ્યુનિ. તંત્રએ પહેલાં બિલ્ડીંગ વધુ ન નમે અને હોનારત ન થાય તે માટેની કામગીરી કરી હતી. ત્યાર બાદ  મ્યુનિ.એ સ્ટ્રકચર ઈજનેર પાસે નિરીક્ષણ કરાવ્યા બાદ બિલ્ડીંગ ઉતારી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

(6:02 pm IST)