Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

વડોદરા નજીક રતનપુરના નામચીન બુટલેગરના પરિવારે બે પોલીસ કર્મીઓ પર હિંસક હુમલો કર્યાની ફરિયાદ

વડોદરા:નજીક આવેલા રતનપુર ગામના નામચીન બુટલેગર જયસ્વાલ પરિવારના સભ્યો તેમજ અન્ય લોકોએ પોલીસ પર હુમલો કરી જિલ્લા પોલીસનું ફરી નાક કાપ્યુ હતું.

રતનપુર ગામે બુટલેગરોએ પોલીસને બાનમાં લઇ મારક હથિયારો વડે માર મારતા બે જમાદારને ગંભીર ઇજા થતા સારવાર માટે ખસેડાયા છે. પોલીસે એક બુટલેગરની ધરપકડ કરી હતી પરંતુ બુટલેગરને બચાવવાનો હોય તેવી આઇપીસી લગાવતા આ બુટલેગરના રિમાન્ડ પણ નામંજુર થયા હતાં.

આ બનાવ અંગે પોલીસે હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ તેનો ભાઇ રાકેશ ઉર્ફે લાલો, સચીન રાકેશ જયસ્વાલ, સીમા રાકેશ જયસ્વાલ, રવી જયસ્વાલ તેમજ અન્ય હુમલાખોરો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે રાકેશ ઉર્ફે લાલાની ધરપકડ કરી રિમાન્ડ માટે રજુ કર્યો હતો પરંતુ તેના રિમાન્ડ નામંજુર થયા હતાં.

(6:01 pm IST)