Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ઇડર નજીક 11 ઘેટાં-બકરા સહીત 12 પશુ ચોરાઈ જતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ

ઈડર:ના લાલોડાની સીમમાં ઉત્તરાયણની પૂર્વ રાત્રિએ ત્રાટકેલ પશુચોર ૧૧ બકરા તથા એક ઘેટુ મળી ૧૨ પશુની ચોરી કરી ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે પોલીસે અજાણ્યા પશુચોર વિરૃદ્ધ ચોરીની ફરિયાદ નોંધી કાર્યવાહી આરંભી છે.
ઈડરના લાલોડાની સીમમાં રહેતા બેચરજી હાલુજી રબારીના લાલોડાથી શેરપુર તરફ જતા માર્ગ પર આવેલ વાડામાં ગત તા. ૧૩ની રાત્રે પશુચોર ત્રાટક્યા હતા. આ પશુચોર રાત્રિના અંધકારનો લાભ લઈ વાડામાં બાંધેલ ઘેટા-બકરાં પૈકી, ૧૧ બકરા અને ૧ ઘેટુ મળી ૧૨ પશુની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બાદમાં વહેલી સવારે ચોરીની ઘટના અંગે બેચરજી રબારીને જાણ થતાં, તેઓએ આજુબાજુમાં ચોરાયેલ પશુની તપાસ હાથ ધરી હતી. તેમ છતાં પશુની કોઈ ભાળ ન મળતાં આખરે ઈડર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટના અંગે રૃપિયા ૧૫૫૦૦ની કિંમતના ૧૨ પશુ ચોરાયાની ફરિયાદ નોંધી પશુચોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:59 pm IST)