Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

કાલે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કરશે મોટી જાહેરાત : રસીકરણ-મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ સહીતને લઈ મહત્વનો લેશે નિર્ણંય

સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફ્રન્સ તરફ મીટ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને પણ જાહેરાત કરી શકે

અમદાવાદ : આવતી કાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે કાલે સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરવાના છે. ત્યારે હાલ મુખ્યમંત્રીની જાહેરાતને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી છે. હાલ રાજ્યમાં કોરોનાની વેક્સિનનું ટ્રાયલ ચાલી રહ્યું છે અને વેક્સિનેશન માટે સર્વેની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે મુખ્યમંત્રી રસીકરણને લઇને મહત્વની જાહેરાત કરી શકે છે.
રાજ્યમાં કોરોના ઘટ્યોછે ત્યારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ અને આગામી ક્રિસમસના દિવસો કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે પણ મહત્વની જાહેરાત કરી શકે છે.નજીક આવી રહેલ ક્રિસમસના તહેવારો ઘરેથી જ ઉજવાય તે માટે અપીલ પણ કરી શકે છે. ત્યારે રાજ્યમાં દિવાળી બાદ કોરોના કાબૂમાં આવ્યો છે તેથી હવે ફરી પીક ન પકડે તે માટે મુખ્યમંત્રી કોઇ નિર્ણય લઇ શકે છે. મહત્વનું છે કે આજે 1110 નવા કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને પણ જાહેરાત કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજ્યમાં વધતી આગની ઘટનાને લઇ CM રૂપાણીનો મોટો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં નવા ફાયર NOC હવે ઓનલાઇન મળશે. આગની ઘટનાને લઈ ડાયરેક્ટર ઓફ ફાયરની જગ્યા ઊભી થઈ છે. 4 ઝોનમાં આ કચેરી કામ કરશે. ફાયર સિસ્ટમ ચેક કરવાની કામગીરી કરશે. આગની ઘટનાને નિયંત્રણમાં લેવા માટે કામ કરશે. 26મી જાન્યુઆરીથી નવી સિસ્ટમ અમલી બનશે. ફાયર NOC ચેકિંગની જવાબદારી એન્જિનિયરોને ટ્રેનિંગ આપી અપાશે

(11:13 pm IST)