Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ડેડીયાપાડાના નવાગામમાં નાના ભાઈના ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી મોટાભાઈએ ફાંસો ખાઇ લેતા અરેરાટી

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના નવાગામ ખાતે રહેતા અનિલ ઝવેરભાઈ વસાવાની ફરિયાદ મુજબ તેમના ત્રણ ભાઈઓ પૈકી વચલા ભાઈ રાજેશભાઈ ઝવેરભાઈ વાસવા(ઉ.વ.40)એ કોઈ કારણોસર અનિલભાઈના નવાગામ સીમમાં આવેલા ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઈ લેતા આ બાબતે નાના ભાઇ અનિલએ ડેડીયાપાડા પો.સ્ટે.માં જાહેરાત આપતા પીએસઆઇ એ.આર.ડામોર સહિત પોલીસ માણસો ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પી.એમ.માટે મોકલી જરૂરી કાર્યવાહી કરી છે.

(10:45 pm IST)