Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

છેલ્લા ૧૦ વર્ષથી રાજપીપળા પો.સ્ટે.ના પ્રોહિ.ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપી પાડતી નર્મદા LCB

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહના માર્ગદર્શન અને સુચના મુજબ જીલ્લાના નાસતા,ફરતા આરોપીઓને પકડવા કામગીરી કરવા સુચના મળતા એ.એમ. પટેલ,પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તથા પો.સ.ઇ. સી.એમ.ગામીતે ટેક્નીકલ સર્વેલન્સ આધારે રાજપીપળા પોલીસ સ્ટેશન પ્રોહિ. 2010 ગુનામાં નાસતો ફરતો આરોપી હીતેષ ભગવાનજી ઠક૨ (રહે,અડાજણ ખલગામ રામનગર સોસાયટી જી. સુરત) સુરત ખાતે હોવાની માહીતી મળતા તેની સુરત ખાતે શોધખોળ કરી આરોપીને રાજપીપળા પો.સ્ટે.ના ગુનામાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ આરોપી રાજ્યના અલગ - અલગ પો.સ્ટે.માં ચોરી તથા પ્રોહી.ના ગુનાઓ આચરવાનો ઇતિહાસ ધરાવે છે.

(10:35 pm IST)