Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

રાજપીપળા વૈષ્ણવ વણિક સમાજે સ્મશાનમાં ઈલેક્ટ્રિક સગડી માટે ગ્રાન્ટ ફાળવવા કલેક્ટરને રજુઆત કરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા સમસ્ત વૈષ્ણવ વણિક સમાજે નર્મદા કલેકટરને રાજપીપળાની સ્મશાન ભૂમિ માટે ઈલેકટ્રીક સગડી મુકવા બાબતે ગ્રાંટ ફાળવવા લેખીત રજૂઆત કરી છે. જેમાં જણાવ્યા મુજબ રાજપીપળા ખાતે એક જ સ્મશાન ગૃહ આવેલુ છે.જેનું છેલ્લા ઘણા વર્ષોથી વણિક સમાજના આગેવાનો યોગ્ય રીતે સંચાલન કરવામાં આવી રહયુ છે.
  રાજપીપળા તથા રાજપીપળાથી લગભગ ૧૫ કિમી સુધીના વિસ્તારમાં અન્ય સ્મશાન નથી જેથી આ સ્મશાન ભૂમિ રાજપીપળાના લોકો અને આજુબાજુના વિસ્તારના ગામોના દરેક જ્ઞાતીના લોકો માટે ખૂબ ઉપયોગી છે. પરંતુ આ સ્મશાન ભુમિમા જુની પધ્ધિતીથી જ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.જેમાં ખુબ જ લાકડાનો વપરાશ થઇ રહયો છે માટે જો ઈલેકટ્રીક સગડી મુકવામાં આવે તો ઘણી તકલીફો દૂર થાય અને ઇલેક્ટ્રિક સગડી બાબતે તપાસ કરતા જાણવા મળ્યું કે તે માટે અંદાજીત સાઠ લાખની આસપાસનો ખર્ચ થાય તેમ છે.માટે જો સરકાર તરફથી આ અંગે ગ્રાન્ટ ફાળવી આપવામાં આવે તો લોકોને ઘણી રાહત થાય તેમ છે.જોકે કલેક્ટરે આ માટે હકારાત્મક જવાબ આપી આ બાબતે ઘટતું કરવા જણાવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

(10:34 pm IST)