Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ડેડીયાપાડા પોલીસે પકડેલા 81 ગુનાઓના 19.37 લાખના વિદેશી દારૂ, બિયરનો નાશ કરાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  ડેડીયાપાડા પોલીસ સ્ટેશન મા પકડવામા આવેલ કુલ 81 ગુનાનો વીદેસી દારુ તથા બીયરની કુલ બોટલ નંગ 21687 કુલ કિંમત રુપીયા 19,37,775 નો વિદેશી દારુ કોર્ટ ની પરવાનગી  લઈ ને નાશ કરવામા આવ્યો છે.
જેમા રાજપીપળા ડીવીઝન નાયબ પોલીસ અધીક્ષક રાજેશ પરમાર તથા સબ ડીવીજનલ મેજિસ્ટ્રેટ મેજિસ્ટ્રેટ  દીપક બારીયા તથા નસાબંધી અને આબકારી ખાતાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર વસાવાની હાજરીમા ડેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.આર ડામોરે ડેડીયાપાડા પોલીસ ટીમ સાથે પંચોની હાજરીમા જે.સી.બી મશીન વડે આ પ્રોહીબીશન મુદામાલ નો નાશ કરાયો હતો.

(10:31 pm IST)