Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પતિ માદક દ્રવ્યો પિવડાવીને અકુદરતી સબંધ બાંધતો હતો

NRI પરિવાર સામે મહિલાની પોલીસમાં ફરિયાદ : તાબે ન થાય તો મારઝૂડ કરીને દહેજમાં સોનું અને રોકડા રૂપિયાની માગણી કરીને ત્રાસ આપતો હોવાની ફરિયાદ

અમદાવાદ, તા. ૧૫ : આખા ભારતમાં ગુજરાતી સંસ્કૃતિના વખાણ થાય છે અહિં મહિલાઓને સન્માન આપવામા આવે છે સાથે ગુજરાતનું માન્ચેસ્ટર અમદાવાદમાં મહિલાઓ સુરક્ષિત છે તેવા દાવા પણ કરવામાં આવે છે પરંતુ અમદાવાદના કેટલાક પોશ વિસ્તારોમાં મહિલાઓની છેડતી, ઘરકંકાશ અને ઓછામાં પુરૂ હોય ત્યારે વાઇફ સ્વેપિંગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પોશ વિસ્તારમાં આવેલા હાઇ પ્રોફાઇલ લોકોના ગંદા કલ્ચરની વાતો આખા શહેરમાં ચર્ચામાં રહે છે. ત્યારે અમદાવાદમાં એક પરિણીતાએ એનઆરઆઈ પરિવાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં એક એનઆરઆઈ પરિવાર વિરૂદ્ધ મહિલાએ ફરિયાદ કરી છે. મહિલાનો આરોપ છે કે, તેનો પતિ તેને માદક દ્રવ્યનું સેવન કરાવી અકુદરતી સંબંધ બાંધતો હતો. જો મહિલા તાબે ન થાય તો તેની સાથે તોછડાઇ ભર્યુ વર્તન કરતો હતો અને મહિલા પાસે ૫૦ તોલા સોનું અને ૨૫ લાખ રૂપિયા દહેજ પણ માંગતો હતો. આ મામલે પરિણીતાએ મહિલા પોલીસ મથકમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતાએ મહિલા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેણે એનઆરઆઈ પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમા તેણે પતિ વિરૂદ્ધ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય કરતો હતો.

તેનો પતિ હેવાનિયતની હદ પાર કરતો હતો અને પરિણીતાને સફેદ પાવડર જેવા માદક દ્રવ્યનુ સેવન કરાવી તેની સાથે અકુદરતી સંબંધ બાંધતો હતો. જો પરિણીતા આ પ્રકારના સંબંધથી ઇક્નાર કરે તો તેની સાથે ગેરવર્તન કરી દહેજની માંગણી કરતો હતો. અને દહેજમાં ૫૦ તોલા સોનુ અને ૨૫ લાખની માંગ કરતો હતો. આ મામલે મહિલા પોલીસે તપાસ શરૂ કરી છે.

(8:28 pm IST)