Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

પેટલાદમાં રિક્ષામાં ખોટી નંબર પ્લેટ લગાવી બરોબર વેચી છેતરપિંડીનું કૌભાંડ ઝડપાયું:ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

પેટલાદ:શહેર પોલીસે રીક્ષાઓને ખોટી નંબર પ્લેટ લગાવીને બારોબાર વેચી મારીને ફાયનાન્સર પાસે રીક્ષા પરત ખેંચાવી લઈને લોકો સાથે વિશ્વાસઘાત તેમજ છતરપીંડી કરવાનું એક કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ ત્રણ શખ્સો વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર શહેર પોલીસને માહિતી મળી હતી કે, મિલ્લતનગર સોસાયટીમાં રહેતો મોહસીન ઈબ્રાહીમભાઈ વ્હોરા હપ્તા નહીં ભરાયેલી રીક્ષા લોકોને વેચીને સીઝર પાસે જપ્ત કરાવી, આ જપ્ત થયેલી રીક્ષાઓ કંપનીમાં જમા નહીં કરાવીને ખોટી નંબર પ્લેટો લગાવીને ફરીથી બીજા લોકોને વેચીને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરે છે અને હાલમાં તેની પાસે જે રીક્ષા છે તેની પણ નંબર પ્લેટ ખોટી છે. આ માહિતી મળતાં જ પોલીસે વોચ ગોઠવીને મોહસીન વ્હોરાને કોલેજ ચોકડીએથી રીક્ષા નંબર જીજે-૨૩, એયુ-૪૨૨૫ સાથે ઝડપી પાડ્યો હતો અને રીક્ષાની માલિકીના તેમજ આરટીઓને લગતા કાગળીયાઓની માંગણીં કરતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો.

(6:02 pm IST)