Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

નડિયાદના ડભાણ નજીક સવારના સમયે ટ્રકે કારને હડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળેજ મોત

નડિયાદ:ના ડભાણ ગામ પાસે આજે સવારના સમયે કારને પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રકે ટક્કર મારતાં મહિલાનું સ્થળ પર જ મોત થયું હતુ જ્યારે ચારને ઈજાઓ થવા પામી હતી. જે પૈકી એકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર માતર તાલુકાના નાંદોલી ગામે રહેતો ઠક્કર પરીવાર હાલ અમદાવાદના લાંભા ગામે રહે છે. નડિયાદ હોસ્પિટલનું કામ હોઇ આજે સવારે પરીવારના પાંચ સભ્યો પોતાની કાર નં.જીજે-૦૭, એઆર-૭૪૮૦ લઇ નડિયાદ તરફ આવી રહ્યા હતા, ત્યારે ડભાણ પાસે નેસનલ હાઇવેથી રસ્તો બદલવાનો હોઇ કાર ધીમી કરી હતી. દરમ્યાન પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલ ટ્રક નં.જીજે-૧૨, બીટી-૭૨૭૪ના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં હંસાબેન નિરંજનભાઇ ઠક્કર(ઉ.૫૨)ને ગંભીર ઇજાઓ પહોચતા ઘટનાસ્થળ પર જ મોત થયુ હતુ. અને અન્ય એક વ્યક્તિ રાજેશભાઇને ગંભીર ઇજા પંહોચી હતી. જયારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ પંહોચી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. જેઓએ ૧૦૮ને કોલ કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોચી હતી, અને ઘવાયેલાઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સીવીલ હોસ્પિટલ પંહોચાડ્યા હતા. ઘટનાની જાણ થતા નડિયાદ ગ્રામ્ય પોલીસ પણ સ્થળ પર પંહોચી હતી, જેઓએ અનિલભાઇ માણેકલાલ ઠક્કરની ફરીયાદ લઇ ટ્રક ડ્રાઇવર વિરૂધદ્ઘ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(6:00 pm IST)