Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સુરત: ચેક રિટર્નના બે અલગ અલગ બનાવમાં અદાલતે આરોપીને ત્રણ માસની સજાની સુનવણી કરી

સુરત: શહેરમાં ચેક રીટર્નનના બે અલગ અલગ કેસોમાં આરોપીઓને એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિક્રમ કે.સોલંકીએ બંને કેસોમાં આરોપીઓને ત્રણ માસની કેદ તથા ફરિયાદીને લેણી રકમ ત્રીસ દિવસમાં ચુકવી આપવા હુકમ કર્યો છે.

પુણા સીમાડા સ્થિત મે.બાપા સીતારામ ટેક્સટાઈલના ફરિયાદી પાવર હોલ્ડર કમલેશ લાભુ ભાઈ ઉકાણીએ વર્ષ-2019માં  આરોપી ગોહીલ રાજુ મસરી (રે.માતૃશક્તિ સોસાયટી, પુણા ગામ) વિરુધ્ધ રૃ.2.33 લાખના ઉધાર કાપડના પેમેન્ટ પેટે આપેલા બે ચેક રીટર્ન બાબતે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે અન્ય એક કેસમાં ટેક્સટાઈલના ધંધા સાથે સંકળાયેલા ફરિયાદી અજય જમનાદાસ રાણા  જરીવાલા( રે.દક્ષિણી મહોલ્લો સલાબતપુરા)એ ધંધાકીય સંબંધોના લીધે શ્રીજી ટેક્સટાઈલના આરોપી સંચાલક હેમલત્તાબેન મહેન્દ્ર મોદીને મે-2018માં રૃ.25 હજાર હાથ ઉછીના આપ્યા હતા. જે લેણાંના ચુકવણી પેટે આરોપીએ આરેલા ચેક રીટર્ન થતા કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.

(5:59 pm IST)