Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સુરતના વરાછા વિસ્તારમાં ખરીદી કરી રહેલ વૃધ્ધાના ગળામાંથી ચેઇન તફડાવી અજાણી મહિલા રફુચક્કર

સુરત: શહેરના વરાછા વિસ્તારમાં ગતસાંજે માર્કેટમાં ખરીદી કરતા વૃદ્ધાને તમારી ચેઈન પડી જશે કહી રૂ.1.40 લાખની કિંમતની સોનાની ચેઈન પર્સમાં મુકાવનાર અજાણી મહિલા વૃદ્ધા પર્સ સાથેની થેલી કરિયાણાની દુકાન ઉપર મૂકી ખરીદી કરતા હતા ત્યારે નજર ચૂકવી ફરાર થઈ ગઈ હતી. સમગ્ર ઘટના નજીકની એક દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થતા વરાછા પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ભાવનગરના વતની અને સુરતમાં વરાછા લંબેહનુમાન રોડ વર્ષા સોસાયટીની બાજુમાં મોતીનગર વિભાગ 2 ઘર નં.22 માં રહેતા મનજીભાઈ નાનજીભાઈ ચોટલીયાના પત્ની સવિતાબેન (ઉ.વ.60) ગતસાંજે 5.15 વાગ્યે સોસાયટીની બાજુમાં ડાહ્યાપાર્કમાં ભરાતા શાકભાજી માર્કેટમાં ખરીદી માટે ગયા હતા.

તે માર્કેટમાં ખરીદી કરતા હતા ત્યારે પાછળથી 25 થી 30 વર્ષની અને મોઢે ચુંદડી બાંધેલી એક મહિલાએ આવી કહ્યું હતું કે માજી તમારા ગળામાં પહેરેલી સોનાની ચેઈન પદો જશે, તેને પર્સમાં મૂકી દો.આથી સવિતાબેને રૂ.1.40 લાખની કિંમતની સાડા ત્રણ તોલાની સોનાની ચેઈન કાઢીને પર્સમાં મૂકી દીધી હતી અને પર્સ પ્લાસ્ટીકની થેલીમાં મૂક્યું હતું.

(5:58 pm IST)